રાપર પોલીસ દ્વારા હોટલ પાન ગલ્લા ખાણીપીણી શાકભાજી ની રેકડી પર તપાસ હાથ ધરવામાં આવી
રાપર વાગડ વિસ્તાર એ સરહદી વિસ્તાર ધરાવે છે ત્યારે આ સરહદી વિસ્તાર મા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કે કોઇ માદક પદાર્થ કે અન્ય કોઈ સંગધિત ચીજવસ્તુઓ કે અજાણ્યા શખ્સો ની તપાસ કરવા માટે બોર્ડર રેન્જ આઈજી જે. આર. મોથાલીયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર તથા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા રાપર શહેરમાં ચા ની હોટલ પાન ના ગલ્લા નાસતા ની દુકાનો હોટલ ગેસ્ટ હાઉસ તથા વાહનો રેંકડી ધરાવતા શાકભાજી ના વેચાણ કરતા તથા નાસતા ની લારીઓ અને શંકાસ્પદ શખ્સો ની તપાસ રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં તથા રાપર શહેર ના દેના બેંક ચોક સલારી નાકા પ્રાગપર ચાર રસ્તા ખોડીયાર મંદિર રોડ મુખ્ય બજાર ગુરુ કુળ રોડ રિલાયંસ ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી. કે ગઢવી પીએસઆઇ આર આર આમલીયાર પીએસઆઇ જી.બી.માજીરાણા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ વસરામ ચૌધરી વિગેરે જોડાયા હતા
Post a Comment