રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી પરેશભાઈ પંડ્યા સાહેબનો વિદાય સત્કાર સમારોહ યોજાયો

 રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી પરેશભાઈ પંડ્યા સાહેબનો વિદાય સત્કાર સમારોહ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પંડ્યા સાહેબની  જૂનાગઢ જિલ્લાના વંથલી મુકામે સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ માં આચાર્ય પદે પસંદગી થતા આજરોજ એમનો વિદાય તેમજ સત્કાર સમારોહ કાશીનાથ ભવન (સંઘ કાર્યાલય) ભુજ મધ્યે રાખેલ હતો. જેમા તેઓને સન્માન પત્ર, શાલ તેમજ રાષ્ટ્રવાદી પુસ્તક વડે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ જાની, કોષાધ્યક્ષ શ્રી કીતિઁભાઇ પરમાર, પ્રચાર પ્રમુખ શ્રી કિશનભાઇ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવેલ હતા. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંઝા, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-કચ્છ મહામંત્રી શ્રી રમેશભાઈ ગાગલ તેમજ અંજાર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મયુરભાઈએ ખાસ ઉપસ્થિત રહી તેઓને શાલ તેમજ પુસ્તક વડે સન્માનિત કર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ ના પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદી માં જણાવાયુ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain