અંજાર : કોઠારી પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું અંજાર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતો
અંજાર : જાહ્નવીબેન પંકજભાઈ કોઠારી, શારદાબેન નરેન્દ્રભાઈ ઉદવાણી પરિવાર તથા સાવિત્રીબેન કાંતિલાલ કોઠારી પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું અંજાર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિત્તે શ્રી સેન્ટર, પૂજા એવન્યુ, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે કાર્યાલય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સુનિલભાઈ જોબનપુત્રાએ સંતો, મહાનુભાવો તથા મહેમાનોને આવકાર આપ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સંતો અને મહાનુભાવોનું શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સચ્ચિદાન મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે આશિર્વચન આપતા જણાવ્યું હતું કે આપણું સૌભાગ્ય છે કે, આ વર્ષની પૂર્ણાહૂતિ પહેલા ભાગવતનું પૂ. ભાઈશ્રી ના મુખેથી ભાગવતજીનું પ્રસ્પાન કરવા મળશે. તથા જીવનમાં ઉતારીએ તો વ્યથા થી મુક્ત થશું.
સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી કોઠારી સુખદેવ સ્વામીએ જણાવ્યું હતું કે, ભાગવતરૂપી ભગીરથી ગંગા અંજારના આંગણેથી વહેવાની છે ત્યારે સૌ કોઈએ તેનો લાભ અવશ્ય લેવો જોઈએ. ભાગવતચાર્ય શ્રી દિનેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત શ્રવણ કરવાનો લાભ મળે.પૂ. ભાઈશ્રી એક અવતારી પુરુષ છે. તેની વાણી સાંભળવા મળે તે સૌભાગ્યની વાત ગણાય. સાંદિપની આશ્રમના આચાર્યશ્રી હાર્દિકભાઈએ જણાવ્યું હતું કે ઉદઘાટનમાં આટલી વિશાળ જન્મમેદની જોતા જ યોજનારા ભાગવત માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પૂજ્ય ભાઈશ્રી કે જેની વાણી સાંભળવા આપણે તરસતા હોઈએ તેવા મહાનુભાવની કથાનું અંજાર ખાતે આવવું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે કોઠારી પરિવાર ધન્યવાદ ને પાત્ર છે. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ એ જણાવ્યું હતું કે કથા એ સમાજને જાગૃત કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે. તેના વડે સમાજ ને ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે, પૂ. ભાઈશ્રી ની કથા કોવિડ વખતે નારાયણ સરોવર ખાતે થઈ હતી. ક્યારે સીમિત લોકો જ તેનો લાભ લઈ શક્યા હતા. આજે અંજાર માટે રૂડો અવસર આવ્યો છે. સાંપ્રત સમયના અનેક આક્રમણો વચ્ચે આ પ્રકારની કથાઓ અને સત્સંગ અત્યંત અનિવાર્ય બન્યા છે. અહીં સૌ દરેક સમાજના લોકો સાથે જોડાઈ સમરસતાના ભાવ સાથે જોડાઈ આ કથાના આયોજનને સફળતાથી પાર પાડે તો તેનું ઉદાહરણ અન્યને પણ પ્રાપ્ત થાય. જેથી સનાતન ધર્મ ની એકતા વધુ મજબૂત બને.પૂ. ભાઈશ્રી દ્વારા અન્ય પણ અનેક સેવા ભાવિ પ્રવૃતિઓ ચાલી રહી છે.
સંતો, મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી લાલા મહારાજ પંડ્યાના મંત્રોચ્ચાર સાથે શરણાઈના સૂર વચ્ચે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી નિલેશગિરિ એમ. ગોસ્વામી એ કર્યું હતું.
આજના આ કાર્યક્રમની આભાર વિધિ કરતા અ.સૌ.જાહ્નવીબેન પંકજભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને આ કથા નું સંકલ્પ પૂરો કરશું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ભરતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં રમસખી મંદિરના ગાદીપતિ શ્રી કીર્તિદાસજી મહારાજ,
સંસદ સદસ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, સુધીરસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેનીભાઈ શાહ, અરજણભાઈ કાંનગડ, આહીર સમાજના આગ્રણી શ્રી વી. કે. હુંબલ, શ્રી મોમાયાભા ગઢવી શ્રી રામજીભાઈ ધેડા, ગોવિંદભાઈ કોઠારી, અંજાર ચેમ્બરના પ્રમુખ શ્રી રશ્મીનભાઈ પંડ્યા, ભચુભાઈ આહિર, ઓમકારેશ્વર ધામના મહંત શ્રી, પિન્ટુભાઈ ઠકકર, જગદીશભાઈ વ્યાસ નું પરિવાર સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું .
અશોક સચદે ગ્રુપ દ્વારા કૃષ્ણ ભજન ગાઈને વાતાવરણ ને ભક્તિમય બનાવવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અંજારના તમામ પત્રકાર મીત્રો ઉપસ્થીત રહ્યા હતાં. કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા, કેશવજીભાઈ સોરઠીયા, ડાયાલાલભાઈ મઢવી, અમરીશભાઈ કંદોઈ, પાર્થ ભાઈ સોરઠીયા, કુંદનબેન જેઠવા, ઝંખનાબેન સોનેતા, ઇલાબેન ચાવડા, કંચનબેન સોરઠીયા, ગાયત્રીબા ઝાલા, કલ્પનાબેન ગોર, નીતાબેન ઠક્કર, પ્રીતિબેન માણેક, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, જગદીશ ભાઈ શાહ, જગદીશભાઈ સંઘવી, કિશોરસિંહ જાડેજા, દશરથ સિંહ જાડેજા, દર્શનભાઈ શાહ, જયપાલસિંહ સુધીરસિંહ, આલાભાઇ આહીર, પુનિતભાઈ ઠક્કર, કિંજલભાઈ બઉધ્ધભટ્ટી, કાનજીભાઈ જીવાભાઇ આહીર, હીરાલાલભાઈ રાજગોર, કિશોરભાઈ ખટાઉ, રાણાભાઇ આહીર, કાના ભાઈ પટેલ, મનુભા જાડેજા, અશ્વિનભાઈ પંડ્યા, હિતેનભાઈ વ્યાસ, આશિષભાઈ ઉદવાણી, વિરેન્દ્રસિંહ જાડેજા, બ્રિજેશભાઈ ગોંડલીયા, એલ વી વોરા, દેવુબેન આહીર, હિરેનભાઈ ખાંડેકા, અરજણભાઈ ખાટરીયા, અંકિતભાઈ ભટ્ટ, શામજીભાઈ આશાભાઈ ડાંગર, જીવરામભાઈ ટાંક, વેલજીભાઈ વ્યાસ, મહેન્દ્રભાઈ કોટક, પૂર્વ પ્રમુખ મૃદુલાબેન પાંડે, ઈસ્માઈલભાઈ ખત્રી, પી.આઈ લાભ શંકરભાઈ ભટ્ટ, ત્રંબક પુરી ગોસ્વામી, ભાવેશભાઈ ઠક્કર, સરકારી વકીલ મનીષભાઈ પંડ્યા, ડો. રાજીવ ભાઈ અંજારિયા, ભવ્યેશભાઈ બુચ, ચેતનભાઇ ઝાલા, વેલજીભાઈ રાજગોર, દેવેન વ્યાસ, રઘુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પરિવારના કાંતિલાલભાઈ કોઠારી, સાવિત્રીબેન કોઠારી, પંકજભાઈ કોઠારી, બીનાબેન શાહ, અલકાબેન જયંતભાઈ, કાશ્મીરાબેન શેઠ, જીગ્નેશભાઈ શેઠ, નરેન્દ્ર ભાઈ પલણ, પ્રદીપભાઈ કોડરાણી, દીપકભાઈ કોડરાણી, વૈભવભાઈ કોડરાણી, મિતેશભાઈ ઉદવાણી, ઓમ ભાઈ કોઠારી, દિનેશભાઈ માણેક, જયેશભાઈ ઠક્કર વગેરે એ મહેમાનોની આગતા સ્વાગતા કરી હતી.
Post a Comment