ઘોર બેદરકારી, જૂની હોસ્પિટલમાંથી માનવ અવશેષો મળ્યા

 ઘોર બેદરકારી, જૂની હોસ્પિટલમાંથી માનવ અવશેષો મળ્યા

જૂનાગઢમાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. જૂની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમની પાસેથી સેંકડો મૃત વ્યક્તિઓના અવશેષો મળી આવ્યા છે. જૂનાગઢમાં લગભગ 6 વર્ષ પહેલા નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ થયું હતું. ત્યારથી આ જૂની હોસ્પિટલમાંથી બધો સામાન ત્યાં લઇ જવામાં આવ્યો હતો. મૃત વ્યક્તિઓના અવશેષોને અહીં જ છોડી દેવામાં આવ્યા. હવે આ જૂની હોસ્પિટલની જગ્યા પર નવી કોર્ટ બની રહી છે. જ્યારે હોસ્પિટલને તોડવામાં આવી તો પોસ્ટમોર્ટમ રૂમ પાસેથી સેંકડો ભ્રૂણ અને મૃત શરીરના અંગો અને અવશેષો મળી આવતા હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain