સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત 'આઝાદી કા રંગ.. એક ફૌજી સંગ...' કાર્યક્રમને મળ્યો અનેરો આવકાર

 સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત 'આઝાદી કા રંગ.. એક ફૌજી સંગ...' કાર્યક્રમને મળ્યો અનેરો આવકાર

સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા ‘આઝાદી કા રંગ, એક ફૌજી કે સંગ’ કાર્યક્રમનું આયોજન 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ ની સંધ્યાએ સરદાર સ્મૃતિ ભવન હોલ, વરાછા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ફન્ટરી અને એરબોર્ન રેજિમેન્ટ ના  કમાન્ડો કર્નલ રાજીવ ભારવાન સુરતના મહેમાન બન્યા હતા. તેઓ આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા. 21 વર્ષ દેશ સેવા દરમ્યાન તેઓ આજ સુધીમાં 500 થી વધારે કમાન્ડોને તાલીમ આપી ચૂક્યા છે. સાથે સાથે સાથે ઘણા બધા એન્ટી ટેરીઝમ ઓપરેશનો પણ સફળ રીતે પાર પાડી ચૂક્યા છે. આ કાર્યક્રમમાં એમના દ્વારા સરહદ પરના જોશ અને ખુમારી ભર્યા એમના કિસ્સાઓથી દરેક શ્રોતાઓને તેમણે માહિતગાર કર્યા હતા. 

તેમનામાં રાષ્ટ્ર પ્રત્યેની લાગણીની એક અલગ અભિવ્યક્તિ જોવા મળી હતી. તેમણે આ સાથે જીવનમાં મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કઇ રીતે લાવી શકાય તેમજ સરહદ પર ના જઈને વતનમાં રહીને જ દેશ સેવા કઈ રીતે કરી શકાય તે પ્રશ્નોતરી અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. એમની ખુમારી અને જોશથી સુરતની રાષ્ટ્રપ્રેમી જનતામાં પણ એક અલગ જુસ્સો જોવા મળ્યો હતો. 

આ કાર્યક્રમમાં ત્રણ શહીદ પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ અલગ અલગ રાજ્યમાંથી આવ્યા હતા. તેઓ ને સોશિયલ આર્મી દ્વારા પૂરા સન્માન સાથે 1-1 લાખની શૌર્ય રાશિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 20 થી વધારે પૂર્વ એરફોર્સ ઓફિસરો , નિવૃત્ત આર્મી જવાનો, હોમગાર્ડ જવાનો અને શહેરના સમાજ શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તપસ્યા ઘાડિયા નામની એક નાની બાળકી જેણે પોતાના ગલ્લા (પીગી બેન્ક) માં જે રકમ એકઠી કરી હતી. તે આશરે 25,000 ₹ જેવી રકમ શહીદ પરિવારને અર્પણ કરીને ખરા અર્થમાં રાષ્ટ્ર પર્વ સાર્થક કર્યો હતો. કર્નલ રાજીવ ભારવાન સાહેબે બાળકીના રાષ્ટ્રપ્રેમને જાહેરમાં બિરદાવ્યો હતો0/Post a Comment/Comments

Stay Conneted

Domain