હર્બલ ટોનિકના નામે વેચાણ થતા નશાકા૨ક પીણાનો જથ્થો કબ્જે કરતી આડેસ૨ પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આ૨.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમા૨ સાહેબ,પૂર્વ કચ્છ ગાંઘીઘામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસ૨ પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ. જે અનુસંધાને મે. ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી જે.બી. બુંબડીયા સાહેબ, ૨ા૫૨ સર્કલ ૨ા૫૨ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસ૨ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન આડેસર ગામના બસ સ્ટોપ પાસે આવતા એક શંકાસ્પદ ઈકો ગાડી ઉભેલ હોઈ.જે ઈકો ગાડી ચેક ક૨તા તેમાંથી SUNINDRA HERBAL ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૫૫૦ મળી આવતા.જે નશાકારક પીણાનો ઉપયોગ પાર્લર તથા પાન ના ગલ્લા ઉપર નશો કરવા માટે ઉપયોગ થતો હોઇ.જેથી મળી આવેલ હર્બલ ટોનિકની બોટલો સી.આર.પી.સી.કલમ ૧૦૨ કબ્જે કરી આડેસર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ :- (૧) SUNINDRA HERBAL પ્લાસ્ટીકની 300 M.L બોટલો નંગ-૫૫૦ જેની કિ.રૂ.૫૫,૦૦૦/- (૨) ઈકો ગાડી ૨૭ નં. GJ-12-AT-7782 જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિ/કર્મચારી - આ કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવેલ છે.
Post a Comment