રાપર ઠાકોર સમાજવાડી ખાતે સનાતન ધર્મ સભા નુ આયોજન કરવામાં આવ્યું

 રાપર ઠાકોર સમાજવાડી ખાતે સનાતન ધર્મ સભા નુ આયોજન કરવામાં આવ્યું

આજે રાપર અયોધ્યાપુરી ખાતે આવેલી ઠાકોર સમાજવાડી ખાતે અખંડ ભારત સનાતન રક્ષા દળ મંડળ દ્વારા અખંડ ભારત હિન્દુ જાગરણ વધારવા માટે સનાતન હિન્દુ સભા નુ આયોજન દ્વારકા ના મહામંડલેશ્વર આચાર્ય શ્રી શ્રી અનંત વિભૂષિત આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી કિષ્નાનંદપુરી મહારાજ દેવભૂમિ દ્વારકા તથા મહંત શ્રી ભરતપુરી મહારાજ ના સાંનિધ્યમાં અખંડ ભારત મા હિન્દુઓ મા જાગૃતતા આવે અને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ કે જે આદિકાળ થી સનાતન સત્ય છે એવા ઉમદા હેતુ અને હિન્દુ સમાજ એક બની સનાતન ધર્મ સત્ય છે એવા પ્રચાર માટે રાપર ખાતે સનાતન હિન્દુ ધર્મ સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું આ ધર્મ સભા મા રાપર  તાલુકાના વિવિધ પંથકમાં થી ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

ધર્મ સભા મા સંતો મહંતો તથા આગેવાનો ડાયાલાલ ચાવડા મોરારદાન ગઢવી લાલુભા જાડેજા અરવિંદ ભાઈ ભાટીયા તુલસી ઠાકોર જગુભા જાડેજા મનજીભાઈ ચાવડા મોરાર ચાવડા હરેશ ચાવડા કાનજીભાઈ મકવાણા ઉમેદ ભાઈ વિનોદભાઈ ઠાકોર રમેશ ભાઈ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમ દરમિયાન સૌ પ્રથમ નાની બાળાઓ અને બહેનો દ્વારા કળશ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ દિપ પ્રાગટય દ્વારા હિન્દુ સનાતન ધર્મ સભા ખુલી મુકવામાં આવી હતી સમગ્ર આયોજન ડાયાલાલ ચાવડા કાનજીભાઈ મકવાણા તુલસી ભાઈ ઠાકોર તથા  જુદા જુદા હિન્દુ સમાજ ના ભાઈઓ અને બહેનો એ સંભાળી હતી
0/Post a Comment/Comments

Stay Conneted

Domain