કચ્છ - આદિપુરમાં મહિલાને બેભાન કરી દુષ્કર્મ આચરાયુ લગ્ન ની લાલચ આપી ને ગેમ નો પ્લાન ધડ્યો
કચ્છ ગાધીધામ - આદિપુરમાં એક મહિલાને નશાકારક પદાર્થ પીવડાવી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેના વીડિયો ઉતારી વાયરલ કરતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ ગાંધીધામના ભારતનગર 9- બી વિસ્તારમાં રહેનાર એક મહિલાએ ગોપાલપુરીના વિમલ મહેન્દ્ર કોચરા (મહેશ્વરી) વિરુદ્ધ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી મળતી માહિતી અનુસાર આશરે બે-અઢી વર્ષ પહેલાં જુદી- જુદી તારીખે બનેલ આ બનાવ અંગે ગઇકાલે સાંજે ફરિયાદ થઇ હતી. આરોપીએ ભોગ બનનારને લગ્નની લાલચ આપી ગુનો કરવાના ઇરાદાથી કોઇ નશો ચડાવનાર પદાર્થ નાખી મહિલાને પીવડાવી બેભાન કરી તેમજ મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો જેનો વીડિયો ઉતારી વાયરલ કરવાની તથા મહિલાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સે વારંવાર શરીર સંબંધ બાંધી ફરિયાદીની સંમતિ વગર બીભત્સ વીડિયો ઉતારી તેને વાયરલ કર્યા હતા. આદિપુરમાં આવેલ તોલાણી કોલેજથી આગળ પેટ્રોલપંપ પાસેના તથા જુદી-જુદી જગ્યાએ બનેલા આ બનાવ અંગે આદિપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામા આવી. રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
Post a Comment