અમદાવાદ ખાતે ગૂગલના સેમિનારમાં કચ્છી છાત્ર
ગૂગલ દ્વારા વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં કચ્છ રબારી સમાજના બી.ટેક.નો છાત્ર નિખિલ ભીમજી ખાંભલિયા (રબારી) મૂળ ભોપાવાંઢ (તા. મુંદરા)એ ભાગ લીધો હતો. તેમણે નિક 797 ટેકનોલોજિસ' નામની કંપની બનાવી `એપ' ગૂગલ પ્લેસ્ટોરમાં પબ્લિશ કરી છે. જેમાં પસંદગી પામતાં ગૂગલ દ્વારા સેમિનારમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત તથા અન્ય રાજ્યોની નાની-મોટી એપ કંપની તથા એન્ડ્રોઈડ ડેવલોપર્સ માલિકો હાજર હતા. સૌથી નાની ઉંમરનો વિદ્યાર્થી કચ્છ જિલ્લામાંથી એક માત્ર હતો.
Post a Comment