અંજાર તાલુકા ના ચાંદ્રોડા ગામમાં આંખોના તમામ રોગો નો ફ્રી નિદાન,ફ્રી સારવાર અને ફ્રી ઓપરેશન કેમ્પ નો લાભ ૧૧૭ જણા એ લીધો હતો ૧૧ જણા નાં જુદા ઑપરેશનો કરી અપાશે.
કે સી આર સી (અંધજન મંડળ) હૉસ્પિટલ ભુજ, ગાયત્રી પરિવાર નલિયા, ચાંદ્રોડા ગામના સેવાભાવી સજજનો દ્વારા સયુંકત આયોજિત આંખો નાં તમામ રોગો ની તપાસણી નિદાન કે સી આર સી ( અંધ જન મંડળ ) ભુજના ડૉ શુભમ રાવતે કરી ને દવા ટીપાં સંસ્થા તરફથી આપ્યા હતા.
આંખનાં મોતીઆના -વેલના ઓપરેશન લાયક ૯ દરદી ઓ ને કે.સી.આર. સી.આઇ હોસ્પિટલ ભુજ માં ટાંકા વગર નાં ફ્રી કરી અપાશે.
પડદા વાળા ૨ જણાના ના આંખના મોંઘા ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત "ધન લક્ષ્મી બેન આઈયા સાર્વજનિક ચેરી.ટ્રસ્ટ નલિયા" મારફત ફ્રી કરી અપાવવા ની વ્યવસ્થા થઈ જશે.
આ કેમ્પ નાં આયોજન,વ્યવસ્થા,પ્રચાર પ્રસારમાં હરેશભાઈ ઠક્કર નલિયા ગાયત્રી પરિવાર, પચાણ ભાઇ ગઢવી,કે સી આર સી ભુજ.ભરત ભાઈ બાબુભાઈ આહીર ( અગ્રણી શ્રી )ચાન્દ્રોડા નો મળ્યો હતો.જગદીશ ભાઇ ગઢવી. નો પણ આ કેમ્પમાં સુંદર સહયોગ મળ્યો હતો.
સરકારી દવા ખાના નાં શ્રીમતિ હંસાબેન તથા તમામ સ્ટાફ મિત્રો એ સારી મહેનત કરીને ખુબજ ઉપયોગી રહ્યા હતા.
કે સી આર સી આઈ હોસ્પિટલ નાં મેનેજર અરવિંદ સિંહ ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ ઈશ્વરભાઈ ડામોર અને તેમની ટીમ નો સહયોગ રહ્યો હતો.
કચ્છ ગાયત્રી પરિવાર નાં શિવજી ભાઈ મોઢ, સુકેતુ ભાઈ રૂપારેલ, ડો શ્વેતા બેન સેલોત. પ્રચાર પ્રસારમાં ઉપયોગી રહ્યા હતા.
Post a Comment