પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે મુન્દ્રા હાટકેશ્વર મંદિરે ધાર્મિક કાર્યક્રમો ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી

પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે મુન્દ્રા હાટકેશ્વર મંદિરે ધાર્મિક કાર્યક્રમો ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી

ભુજના હાટકેશ સેવા મંડળ અંબિકા મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હાટકેશ્વર મંદિર મુન્દ્રા ખાતે શિવ મહિમ્નપઠન અભિષેક તેમજ શિવપૂજા કરી શિવભક્તો દ્વારા  પવિત્ર શ્રાવણમાસ ના શુભ દિવસે શિવમંદિરે ઉજવણી કરવામાં આવી હતી 

શિવપૂજા ની સાથે સાથે દાદા ને થાળ અર્પણ કરી  સંધ્યાકાળે દીપમાળા દ્વારા દાદાની પૂજા આરતી કરવામાં આવી હતી બહેનો દ્વારા સત્સંગ પણ કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર માહોલ શિવમય બન્યો હતો અને હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યો હતો

આ પ્રસંગે આમંત્રણ ને માન આપી પધારેલા મુંદરા પોલીસ મથક ના ઇન્ચાર્જ IPS શ્રી વલય વૈદ્ય સાહેબ સહપરિવાર પધારી શિવપૂજા કરી મહાદેવના ચરણોમાં વંદના કરી હતી અને મહાદેવના આર્શીવાદ મેળવ્યા હતા ત્યારબાદ ભુજના હાટકેશ સેવા મંડળ અંબિકા મહિલા મંડળ દ્વારા IPS શ્રી વલય વૈદ્ય સાહેબ નું તેમજ હાટકેશ્વર મંદિર મુંદરા ના પૂજારી કલ્પેશભાઈ વ્યાસ નું ફૂલહાર અને સાલ ઓઢાડી  સન્માન કરવામાં આવ્યું હતું.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain