રાપર પોલીસ દ્વારા એસપીસીના કેડેટસરને સરહદી ચોકી નો પ્રવાસ કરાવવા મા આવ્યો
રાપર શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને પોલીસ પ્રત્યે ની ફરજો અને કામગીરી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા શાળા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને એસપીસી કેડેટસ તરીકે નિમણૂંક કરે છે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે શાળા મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કે જે એસપીસી કેડેટસ તરીકે છે તેવા કેડેટસ ને બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે ગઢવી ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકાના યાત્રાધામ વૃજવાણી.રવેચી માતાજી વરુડી માતાજી સહિત ના ધાર્મિક સ્થળો તથા બેલા બીએસએફ કેમ્પ ખાતે હથિયારો ની તમામ માહિતી તથા બોર્ડર ની કામગીરી અને બોર્ડર પર ફરજ બજાવતા જવાનો અંગે ની માહિતી થી વાકેફ કરવામાં આવ્યા હતા એસપીસી ના જુનિયર અને સિનિયર કેડેટસ જોડાયા હતા આ પ્રવાસ માં રાપર પોલીસ સ્ટેશનના પોલીસ DI મહેશભાઈ પટેલ પ્રવીણભાઈ ચૌધરી હેતલબેન કોળી વર્ષાબેન કોળી કલ્પનાબેન પરમાર વિજયભાઈ બગડા રવજીભાઈ કન્યા છાત્રાલય ના શિક્ષક CPO ગણપતભાઈ, CPO ગંગાબેન, ગીતાબેન વિગેરે જોડાયા હતા.
Post a Comment