લંડનમાં 700 મહિલાએ સાડી વોકેથોનમાં ભાગ લીધો
ભારતીય સંસ્કૃતિને લંડનમાં ઉજાગર કરવા 700 મહિલાએ સાડી વોકેથોનમાં ભાગ લીધો હતો. બાંધણી પહેરી કચ્છ એનઆરઆઇ એસો. ના સદસ્ય સહિત 50 ગુજરાતી મહિલા દાંડિયારાસ રમતા જોવા મળ્યા હતા. કચ્છી બાંધણી વિશ્વમાં વધુમાં વધુ લોકપ્રિય બને તે માટે બાંધણી પહેરીને તેમની સાથે કાંતાબેન ગોરસિયા, હંસાબેન હીરાણી, વનિતાબેન હીરાણી વોકેથોનમાં જોડાયા હતા. ભારતીય સંસ્કૃતિમાં મહિલા પહેરવેશ સાડીનું મહત્ત્વ ઋગ્વેદમાં જોવા મળે છે. સુરતમાં સાડી વોકેથોન 2023 કાર્યક્રમ યોજાયો હતો.
Post a Comment