રણને ચિરતા રસ્તે તિરંગા યાત્રા કચ્છના રોડ ઓફ હેવન માર્ગે 600 બાઈકરની તિરંગા યાત્રાએ નયનરમ્ય નજારો સર્જ્યો, યાત્રા જોવા પ્રવાસીઓ ઊભા રહી ગયા

રણને ચિરતા રસ્તે તિરંગા યાત્રા કચ્છના રોડ ઓફ હેવન માર્ગે  600 બાઈકરની તિરંગા યાત્રાએ નયનરમ્ય નજારો સર્જ્યો, યાત્રા જોવા પ્રવાસીઓ ઊભા રહી ગયા

દેશની આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભારતનો દરેક નાગરિક ગર્વ સાથે ઉજવણીમાં સામેલ થઈ રહ્યો છે. ત્યારે કરછ  જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા 77માં સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભુજ તાલુકાના છેવાડે આવેલા દુર્ગમ ખાવડાથી વિશ્વ વિરાસત ધોળાવીરા સુધીની અદભૂત તિરંગા બાઈક યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રાની ખાસિયત એ હતી કે પક્ષની સાથે સ્થાનિકના બાઈકર  વધુ સંખ્યમાં જોડાયા હતા. ખાવડાથી ધોળાવીરા સુધીના રણ વિસ્તારને ચિરતો 48 કિલોમીટર લાંબો માર્ગ ભારત માતાકી જયના  નાદથી ગુંજી ઉઠ્યો હતો. આગળ ચાલતી ડીજે વાનમાં ગુંજતા દેશભક્તિના ગીતો અને પાછળ તિરંગો લહેરાવતા બાઈક ચાલકોને  એક રફતાર સાથે ચાલતા જોઈ પસાર થતાં અન્ય લોકો પણ નજરો જોવા ઘડીભર માર્ગ વચ્ચે ઊભા રહી ગયા હતા.

કચ્છના સન્માનમાં વધારો  કરતી  ખવડાથી ધોળાવીરા સુધીની નયનરમ્ય તિરંગા બાઈક યાત્રાનું આયોજન કચ્છ જિલ્લા યુવા ભાજપ મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ, દેવજી વરચંદ, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ક. જિ. યુ. મો. ના ઉપ્ પ્રમુખ રાહૂલ ગોર મહામંત્રી ધવલ આચાર્ય , તપાસ શાહ, પ્રફૂલસિહ જાડેજા વગેરે જોડાયા હતા. ધોળાવીરા ખાતે યાત્રાનું સમાપન થયું હતું. જ્યાં સ્થાનિક પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમમાં પક્ષના સર્વે અગ્રણીઓ , સભ્યો જોડાયા હતા. જોકે અનોખી ભાત પાડતી તિરંગા બાઈક યાત્રાએ કચ્છની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain