ગાધીધામ ખાતે ઈસરો ની ચંદ્રયાન-3ની સફળતા ની ઉજવણી કરવામાં આવી
આજરોજ પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ISRO ની ટીમ ને આજની પરાક્રમ સિદ્ધિ ને બીરદાવી અને દેશ નું ગૌરવ વધાર્યો તે બદલ ખુબ ખુબ અભિનંદન સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ એ આપણા વૈજ્ઞાનિક સમુદાય દ્વારા દાયકાઓની જબરદસ્ત ચાતુર્ય અને સખત મહેનતનું પરિણામ છે, 1962 થી, ભારતનો અવકાશ કાર્યક્રમ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને યુવા સ્વપ્ન જોનારાઓની પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે, જેના ભાગરૂપે પૂર્વક કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ને ઉજવણી કરવામાં આવી
જેમા પુર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ નિતેશ લાલન, ગાંધીધામ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ યસ સાહૉતે, ગાંધીધામ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મુકેશ (મીત) મહેશ્વરી, જયેશ થારુ, ભાવિન દનીચા, ઇમરાન માંજોઠી, આશિષ બોટ, નવીન અબચુંગ, આશિષ સથવારા, દિપક લાલન, ખુશાલ સુરા, શૈલેષકુમાર રાણા સહિત અન્ય યુવક કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
![]() |
Post a Comment