24 કલાકમાં એફ. આઈ. આર નોંધો, નિયમનો અમલ કરાવવા તાકીદના આદેશ.

 24 કલાકમાં એફ. આઈ. આર નોંધો, નિયમનો અમલ કરાવવા તાકીદના આદેશ.....

સુરત રેન્જ આઇજી ચંદ્રશેખર દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાને લોકોના હક્કનો અનાદર ન કરવા નીતિ સ્પષ્ટ કરી........

દક્ષિણ ગુજરાતમાં અરજદાર કે ફરિયાદી ને તાત્કાલિક ન્યાય મળે તે માટે 24 કલાકમાં ગુનાની ખરાઈ કર્યા બાદ ફરિયાદ નોંધાવવાની રહેશે : વી ચંદ્રશેખર ગુન્હા ઓછા દેખાડવા અરજીઓના ખેલ કોઈ સંજોગોમાં નહિ ચલાવાય તેવા સ્પષ્ટ સૂચનાથી તંત્ર દોડતું થશે.      

દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ.જી તરીકે ચાર્જ સંભાળવાની સાથે વી ચંદ્રશેખરે પ્રજા લક્ષી કાર્યો માટે તાબા હેઠળ આવતા પાંચ જિલ્લા સુરત ડાંગ નવસારી તાપી અને વલસાડના એસપી તેમજ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને કોઈપણ ફરિયાદી કે અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ વિલંબ કર્યા વગર દાખલ કરવાનો રહેશે જેની અંદર બેન્કિંગ મિલકત સંબંધી જેવા કે ચોરી ઘરફોર, ધાડ, લોટ, ચેઇન અને મોબાઇલ સ્નેચિગ તેમજ જિલ્લામાં બનતા શરીર સંબંધી ગુનાઓ બંને પક્ષો વચ્ચેના ઝઘડાઓ માં ગુના ની હકીકત માં જરૂરી તપાસ કરી અંગેના સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ યોગ્ય કલમ મુજબનો ગુનો દાખલ કરવો તેમજ જિલ્લામાં તમામ પ્રકારની અરજીઓ સરળ એપ્લિકેશનમાં ઓનલાઇન કરવાની રહેશે અરજીને કાયદેસર કરવાની સાત દિવસમાં નિકાલ કરવાનો રહેશે તેમજ મહિલા અરજદારને કે સાક્ષીને પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી ખાતે બોલાવો નહીં જેવા ઘણા ભગીરથ કાર્ય પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અધિકારી કે કર્મચારીઓ નિષ્ક્રિયતા અથવા બેદરકારી રાખવામાં આવશે તેની પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે રેન્જ આઈ.જી વી ચંદ્રશેખરે જણાવ્યું હતું અત્રે એ યાદ રહે કે નિયમ મુજબ 24 કલાકમાં લોકોની રજૂઆત બાદ ફરિયાદ દાખલ કરવાની હોય છે પરંતુ ગુન્હાઓ રેકોર્ડ પર ન આવે તે માટે fir નોંધવાનું ટાળવામાં આવે છે અને સાદી અરજીઓ લેવાની રાજ્યના મહત્વના શહેરોમાં પ્રથા હોવાનું અને આવી પ્રથા પોતાના તાબા હેઠળના જિલ્લામાં ન થાય તેવા હેતુથી આ મહત્વનો નિર્ણય રેન્જ ig દ્વારાં કરવામાં આવ્યો છે

દક્ષિણ ગુજરાતમાં નવસારી સુરત ડાંગ તાપી અને વલસાડ જિલ્લાના કુલે 78 પોલીસ સ્ટેશન દક્ષિણ ગુજરાત ના રેન્જ આઈ.જી વી ચંદ્રશેખર ની તાબા હેઠળ આવે છે તેમના હાથ નીચે પાંચ એસપી અને 18 જેટલા ડીવાયએસપી કાર્યરત છે તેમનો સીબીઆઈ નો અનુભવ અને જાબાઝ અધિકારી તરીકે છબી ધરાવતા હોવાને લઈને અને હંમેશા પ્રજા માટે પોલીસ દ્વારા કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની વિશેષ તકેદારી રાખતા હોય છે રજા અને પોલીસ એક મિત્ર બને અને પોલીસને શંકા ની નજરથી જોવામાં આવતા હોય તેને દૂર કરવા અને પ્રયાસ હાલમાં તેમના દ્વારા પાંચ જિલ્લાના એસપી અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એક આદેશ આપવામાં આવ્યો છે જેની અંદર પ્રજા લક્ષી કાર્યો માટેના છ જેટલા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે એમના દ્વારા ફરિયા કે અરજદારો દ્વારા કોગ્નિઝેબલ ગુનાની હકીકત જણાવતા હોય ત્યારે જરૂરી ખરાઈ કર્યા બાદ કોઈપણ સંજોગમાં ગુનાનું બકીગ કે ગુનો દાખલ કરવામાં વિલંબ કરવાનો રહેશે નહીં. બીજા મુદ્દાની અંદર મિલકત સંબંધી ગુના જેવા કે ચોરી ઘડફોર,લૂંટ,ઘાડ, અને ચેઇન મોબાઈલ સ્નેચિગ ઇપીકો કોલમ 379, 380 ,392, 395,454 ,457 વગેરે ગુના બાબતે કરાઈ કરી હકીકત સાચી જણાવાય થી જ 24 કલાકની સમય મર્યાદામાં ગુનો દાખલ કરવાનો રહેશે જે તે પોલીસ સ્ટેશન દ્વારા વિભાગ્ય પોલીસ અધિકારી દ્વારા પોલીસ સ્ટેશનની વિઝીટ દરમિયાન અરજી રેકોર્ડ તપાસણી સમયે મિલકત સંબંધી અરજી લીધેલાની હકીકત જણાય આવેથી કાયદેસર કાર્યવાહી કરવી, જ્યારે મુદ્દા નંબર ત્રણમાં જિલ્લાઓમાં બનતા શરીર સંબંધી ગુનાઓમાં બે પક્ષ વચ્ચે ઝઘડાઓમાં ઢાળ અથવા લૂંટ વગેરે ગુનાવાની હકીકત ફરિયાદી તરફ અરજદારો જણાવતા હોય છે ત્યારે આ પ્રકારના બનાવો અંગે જરૂરી તપાસ કરી બનાવ અંગેની સંપૂર્ણ કરાઈ કર્યા બાદ યોગ્ય કલમ મુજબનો ગુનો દાખલ કરવાનો રહેશે, મુદ્દા નંબર ચાર જિલ્લાઓમાં તપાસ આવતી તમામ પ્રકારની અરજીઓ સરલ એપ્લિકેશનમાં ઓનલાઇન કરવાની રહેશે તથા અરજીઓ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી સાત દિવસમાં નિકાલ કરવાનો રહેશે, મુદ્દા નંબર 5 ,અરજીની તપાસ દરમિયાન અરજીમાં જણાવેલી જગ્યા પર જઈ તપાસ કરવાની રહેશે તથા અરજીના કામે મહિલા અરજદાર કે સાક્ષીને પોલીસ સ્ટેશન કે ચોકી ખાતે બોલાવવામાં આવશે નહીં, મુદ્દા નંબર 6 અરજદાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરી અંગે કરવામાં આવતી ઈ એફ આઈ આર અરજી બાબતે અરજદારનો સંપર્ક કરી બનાવ સંદર્ભે કરાઈ કરી સમય મર્યાદામાં એફ આઇ આર એટલે ફરિયાદ દાખલ કરવાની રહેશે ઈ એફ આઈ આર અરજી દફ્તરે કરવાનો કિસ્સાઓમાં વિભાગીય પોલીસ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે, ઉપરોક્ત સૂચનાઓને અમલવારી વિભાગીય પોલીસ અધિકારી દ્વારા અંગત લક્ષ આપી કામગીરી કરવાની રહેશે સદર સુચનાઓની અમલવારી કરવામાં કોઈ અધિકારી કે કર્મચારી નિષ્ક્રિય કે બેદરકારી રાખવામાં આવશે તેના વિરુદ્ધ શીક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને જેની આ બાબતે નોંધ રાખવામાં આવશે આ આદેશ બાદ દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જોવામાં આવ્યો છે રેન્જ આઇ.જી વી ચંદ્રશેખર દક્ષિણ ગુજરાતના પ્રજાલક્ષી નિર્ણયોને લઈને ગંભીર બન્યા છે તેમને ચાર્જ લીધા બાદ તમામ અધિકારીઓને જિલ્લાની રચના સાથે પ્રજાઓ સાથે પોલીસ વ્યવહાર સુધારોનું પણ હવન કર્યું હતું જેને લઈને આજે દક્ષિણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સરળતાથી બને તેવા માટે તેમને પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે અને આગામી દિવસે આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના પ્રજાઓને સૌથી વધારે ફાયદો થશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain