મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રધાનમંત્રી એવોર્ડ-2022 'લોકપ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી' સંદર્ભે FLN સાહિત્ય નિર્માતા-લેખકોનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો.
ખેરાલુ તાલુકાના વિઠોડા અનુપમ પ્રાથમિક શાળા શિક્ષક દરજી આદિત્ય કુમાર વિષ્ણુ પ્રસાદ એ ગૌરવ વધાર્યું
મહેસાણાથી ઊંઝા-પાલનપુર હાઇવે પર આવેલી કોનકર્ડ હોટલ ખાતે 23-8-'23ને બુધવારે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા FLN સાહિત્ય નિર્માણ અને તેના અસરકારક ઉપયોગ થકી મહેસાણા જિલ્લાને સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ 'લોકપ્રશાસનમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પ્રધાનમંત્રી એવોર્ડ 2022' સન્માન મળ્યું હતું. એમાં મહેસાણા જિલ્લાના મોરપીંછ સમાન ગુજરાતી-ગણિતના 20 તજજ્ઞ શિક્ષકોની એમાં નોંધપાત્ર સક્રિય ભૂમિકા હતી. તે પૈકી વિઠોડા અનુપમ પ્રા.શાળાના શિક્ષકશ્રી દરજી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદનું વહીવટીતંત્ર મહેસાણા દ્વારા શિલ્ડ,પ્રમાણપત્ર શાલ અને પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા અને જિલ્લા વહીવટીતંત્ર આયોજિત આ સન્માન સમારોહમાં FLN સાહિત્ય નિર્માણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લેખકોના કાર્યને બિરદાવવા જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન સાહેબ,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રહલાદભાઈ પરમાર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમપ્રકાશ સાહેબ,પોલીસવડાશ્રી અચલ ત્યાગી સાહેબ, નિવાસી કલેકટર શ્રી ઘનશ્યામસિંહ વાળા સાહેબ, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી હરિભાઈ પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી મુકેશભાઈ પટેલ,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ.એ.કે.મોઢ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ડૉ.ગૌરાંગ વ્યાસ સાહેબ તથા જિલ્લાના શિક્ષણ પરિવારે હાજર રહી કાર્યક્રમને ચારચાંદ લગાવ્યા હતાં.
આજના જ દિને 'વાત્સલ્ય ફાઉન્ડેશન' મહેસાણા દ્વારા નગરપાલિકાના ટાઉનહોલમાં યોજાયેલ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2023 માં પણ દરજી આદિત્યકુમાર વિષ્ણુપ્રસાદે રાજ્યના Top-10 શિક્ષકોમાં સ્થાન મેળવી ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના હસ્તે એવોર્ડ મળ્યો હતો.આદિત્યભાઈએ જણાવ્યું કે,''મને એક જ દિવસે મળેલ આ બે-બે સન્માન એ ભગવાનના પ્રેમપત્રો છે,તેથી બંને સન્માન હું હૃદયસ્થ ભગવાન અને હૃદયસ્થ પૂજ્ય દાદાજીને અર્પણ કરું છું - રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment