નવસારી મુકામે દારૂલ ઉલુમ અનવારે રઝા ટ્રસ્ટ દ્વારા સંચાલિત રોયલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તેમજ મદ્રેસામાં 15 મી ઓગષ્ટ આઝાદી કા અમૃત મોહત્સવ 77 મા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
નવસારી દારૂલ ઉલમ અનવારે રજા ટ્રસ્ટ સંચાલિત સ્કુલ જેમાં સ્કુલના ધોરણ 1થી 10 ના વિદ્યાર્થીઓ તેમજ મદ્રાસમાં ભણતા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સ્કુલના સ્ટાફ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા દેશ ભક્તિ અને સ્વતંત્રતા બાબતે બાળકોને વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી.
મદ્રેસા વિભાગ દ્વારા મસ્જિદે રઝમાં કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઝાદી પ્રત્યે લોકોની કુરબાની અને દેશ પરત્યે પ્રેમ અને વફાદારી અંગે વિવિધ બાયાનો કરવામાં આવ્યા હતા.
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પિરામિડની કૃતિ , બામબુ એક્સસાઇઝ પરફોર્મન્સ,શોર્ય નાટક જેવી કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ મોલાના સરફરાઝ સાહેબ અઝહરી અને સેક્રેટરી મોલાના ગુલામ મુસ્તફા કાદરી સાહેબ ની અધ્યક્ષતા અને દેખ રેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દારૂલ ઉલુમ અનવારે રઝા દ્વારા નવસારી મુકામે છેલ્લા ચાલીસ વર્ષોથી મસ્લકે આલા હઝરત મુજબ દીની તાલીમ આપવાની સેવા આપી રહ્યું છે અને પંદર વર્ષો જેટલા સમયથી ઈંગ્લીશ મિડિયમ સ્કુલ ચલાવવામાં આવી રહી છે. અત્યારે સુધી અનેકો બાળકો આ સંસ્થામાંથી હાફિઝ, આલીમ વિગેરેની તાલીમ મેળવી ચૂક્યા છે - રીપોટર - ફારૂક મેમણ પત્રકાર ખેરાલુ
Post a Comment