ગાંધીધામમાં 10 કન્ટેઇનરમાં ડ્રગ્સની શંકા, એક પેકેટ મળ્યું
ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા એ. વી. જોશી સીએફએસ (કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન)માં વધુ એક વાર ડ્રગ્સની તપાસની ધમધમાટ શરૂ થઈ છે. સોમવાર સવારથી ડીઆરઆઈ 9 જેટલા કન્ટેનરને ડ્રગ્સ હોવાના ઈનપુટના આધારે ખોલીને તપાસ આદરી છે. જેમાં મોડી રાત સુધી ચાલેલી તપાસમાં 10 માંથી ચાર ખોલીને તપાસ કરાતા તેમાંથી એક એક કિલોનું ભારણ ધરાવતું પેકેટ મળી આવ્યું છે, જે હેરોઈન કે કોકેઈન હોવાની સંભાવના છે, બાકીના 6ની તપાસ હાલ ચાલી રહી છે.
Post a Comment