આડેસર ગામે સરકારી જમીન ગૌચર, તળાવ અને PHC જમીન પર થયેલ ખોટા દૂર કરવા તથા સેવા સહકારી મંડળી અને અન્ય સરકારી જમીનો ની ખોટી આકારણી ની તપાસ કરી કાયદેસર કરવા બાબત

 આડેસર ગામે સરકારી જમીન ગૌચર, તળાવ અને PHC જમીન પર થયેલ ખોટા દૂર કરવા તથા સેવા સહકારી મંડળી અને અન્ય સરકારી જમીનો ની ખોટી આકારણી ની તપાસ કરી કાયદેસર કરવા બાબત


જયભારત સાથે આડેસર ગામ ના સરપંચ તરીકે આપ સાહેબશ્રી ને મારી આડેસર ગામ ના હિત માં માનસર અરજ છે કે ઉપરોક્ત વિષય અંતર્ગત નીચે મુજબ ના સરકારી ગૌચર અને તળાવ ની આજુબાજુ ના દબાણો થયેલ છે અને આ સરકારી જમીનો ની ખોટી આકારણી પણ બની છે જે બાબતે અમારી આપ સાહેબ ને કાયદેસર કરવા ની નમ્ર અરજ છે

આડેસર સેવા સહકારી મંડળી ની જમીન માં માં પૈકી ભાગ પાડી જમીન કબજે કરવાની કોશિશ કરી રહેલ ઈસમો વિરુદ્ધ

કાયદેસર કરવા બાબત - આડેસર ગામ ની ફાટક થી પોલીસ સ્ટેશન સુધી થયેલ દબાણો દૂર કરી ખોટી રીતે આકરણી બનાવી પોતાના પરિવાર અને નજીક ના લોકો ને લાભ પોહચાડનાર પૂર્વ સરપંચ અને તેની સાથે મિલીભગત કરી ટાવર્સ ની જમીન કબજે કરનાર લોકો વિરુદ્ધ કાયદેસર કરવા અમારો અનુરોધ છે.

“આડેસર ની ગૌચર ની જમીનો અને ટાવર્સ ની જમીનો પર મકાનો અને હોટલો બનાવી દબાણ કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કરવા અમારી અરજ છે.

આડેસર ગામે PHC ની જમીન માં થયેલ દબાણો દૂર કરી આરોગ્ય તંત્ર ને ભરડો લઈ ગયેલ સામાજિક રોગ સમાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો વરૂદ્ધ કાયદેસર કરવા અમારી માંગણી છે”

આડેસર ગામ ના ટાવર્સ ની જમીન ના પંચાયત ની ખોટી આકારણી ઊભી કરી ને હોટલ બનાવનાર ગુનાહિત ઈસમ વિરુદ્ધ કાયદેસર કરવા અમારી માનસર અરજ છે-

આડેસર ગામ ના ગામ તળાવ ની જમીન કબજે કરનાર અને તળાવ ઓગન બંધ કરનાર શખ્સ સામે કાયદેસર ના પગલાં લેવા બાબત.

ઉપરોક્ત વિષય ને અનુલક્ષી ને અમારી તાત્કાલિક કાર્યવાહી ની અમારી અરજ ને ધ્યાને લઈ સરકારી અને ગૌચર જમીન પડાવવા ની મેલી મુરાદ રાખનાર ગુનાહિત લોકો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા ની અમારી પાસે આવેલી વિવિધ રજુઆતો  ના આધારે જિલ્લા કલેકટર તથા લાગતા વળગતા વિભાગ ના વડા ને આડેસર ના સરપંચ શ્રીમતી 

જાડેજા ગાયત્રીકુંવરબા અજયપાલસિંહે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain