રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ધોરીમાર્ગો પર સીસીટીવી કેમેરા લાગતા તર્ક વિતર્ક ફેલાયા, તંત્રની તપાસમાં NHI નું નામ ખૂલ્યું

 રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ધોરીમાર્ગો પર સીસીટીવી કેમેરા લાગતા તર્ક વિતર્ક ફેલાયા, તંત્રની તપાસમાં NHI નું નામ ખૂલ્યું

 રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર અચાનક સોલાર પ્લેટ સાથેના સીસીટીવી કેમેરા લાગી જતા લોકોમાં તર્ક વિતર્ક ફેલાયા હતા. તો આ વાત  વહીવટી તંત્રના કાને પડતાં તંત્રએ પણ તપાસ હાથ ધરી હતી. રાપર તાલુકાના આડેસર, પ્રાગપર, ભીમાસર, ચિત્રોડ, ધોરાવીરા,  રવેચી નગર, લોંદ્રાણી, શિરાંનીવાંઢ,  બાલાસર, મૌઆણા, મઢુત્રા, મૌઆણા, અને રામવાવ તેમજ ભચાઉ  તાલુકાનાં  ખારોઈ અને ત્રંબૌ નજીકના અન્ય ગામને જોડતા મુખ્ય માર્ગો પર  સોલાર પ્લેટ સાથેના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ત્યારે એક તબક્કે  આ કેમરા કોનાં  દ્વારા દ્વારા લગાવવામાં આવ્યા છે ? તે પ્રશ્નનો જવાબ ખુદ વહીવટી તંત્ર પાસે પણ ના હતો. જોકે રાપર મામતદાર દ્વારા મામલાની તપાસ કરતા સીસીટીવી કેમેરા NHI એ લગાવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. અંતે વાતનું વતેસર થાય તે પહેલા ખુલાસો થઈ જતાં લોક અને તંત્રએ રાહત અનુભવી હતી. 

 આ અંગે રાપર મામલતદાર કે.આર. ચૌધરી સાથે વાત કરતા તેમણે સીસીટીવી કેમેરા લાગી ગયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને આ મામલે  તપાસની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.  અલબત  તપાસના અંતે આ સીસીટીવી કેમેરા નેશનલ હાઇવે ઓથરિટી દ્વારા ટ્રાફિક સર્વે અંતર્ગત લગવવામાં આવ્યા હોવાનું  બાદમાં રાપર મામતદારે જણાવ્યું હતું.  સરહદી જિલ્લાના સરહદી વિસ્તારના માર્ગો પર કેમેરા લાગી જતાં સલામતીની દ્વષ્ટિએ તંત્ર પણ સતર્ક બની ગયું હતું જોકે આખરે મૂળ વિભાગ સુધી તપાસ પહોંચતા મમલાં નો સમયસર ખુલાસો થઈ ગયો  હતો. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક સર્વે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain