હનીટ્રેપ કાંડના આરોપી હરેશ કાંઠેચાને એલસીબીએ પકડીને કર્યો જેલ હવાલે

હનીટ્રેપ કાંડના આરોપી હરેશ કાંઠેચાને એલસીબીએ પકડીને કર્યો જેલ હવાલે

આદિપુરના ફાઈનાન્સ૨ને અંજારની હોટેલમાં હની ટ્રેપ કરી, અશ્લીલ વીડિયો ક્લિપ રેકોર્ડ કરી દસ કરોડ રૂપિયા માગવાના ગુનામાં નાસતાં ફરતા ભચાઉના વકીલ હરેશ કાંઠેચાની LCBએ ધરપકડ કરી.

મોબાઈલ છેલ્લાં થોડાંક દિવસોથી કચ્છમાં એક્ટિવ રહેતો હોઈ પોલીસ સતત તેનું વોચ રાખવામા આવી હતી.

તારીખ - ૧૭/૧૦/૨૦૨૨ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે હરેશ કાંઠેચા સહિત ૮ આરોપી સામે ગુનો નોંધાયા બાદ તે ફરા૨ થઈ ગયો હતો.

 આરોપી વિનય રેલોન ઊર્ફે લાલાએ ફરિયાદી અનંત તન્નાને ફોન કરી મળવા બોલાવી, કાંઠેચાના કબજામાં રહેલાં લેપટોપમાં અશ્લીલ ક્લિપ બતાડી હતી..

 ટેલિફોનિક સંપર્કમાં રહીને તન્ના પાસે પતાવટ માટે રૂપિયાની માંગણી કરી કાંઠેચાને પકડવા માટે પોલીસે કૉર્ટમાંથી તેને ભાગેડૂ જાહેર કરી અરેસ્ટ વૉરન્ટ કઢાવી તેની સંપતી લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. છેલ્લાં ૯ માસથી નાસતાં ફરતાં કાંઠેચાને કોણે કોણે નાણાંકીય મદદ કરી આશ્રય આપ્યો હતો તે મુદ્દો પણ પોલીસ તપાસમાં કેન્દ્રસ્થાને રહેશે. તેને મદદ કરનાર લોકો સામે પણ કાયદાકીય સકંજો કસાય તેવી શક્યતા છે. કાંઠેચા જયંતી ભાનુશાલી મર્ડર કેસની આરોપી મનીષા ગોસ્વામીનો એડવોકેટ રહ્યા હતા.

 આવતીકાલે રીમાન્ડ માટે કૉર્ટમાં રજૂ કરાશે. કાંઠેચાની પૂછતાછમાં પોલીસને મહત્વના ના સોર્સ મળે એવી પુરી શક્યતાઓ છે

હજુ બે આરોપીની ધરપકડ બાકી ૮ આરોપી પૈકી અત્યારસુધીમાં ભુજના કથિત બિલ્ડર વિનય વિનોદ રેલોન, સુરતની આશા ધોરી, જયંતી ઠક્કર, જયંતીના ભાણિયા કુશલ ઠક્કર અને રમેશ રણછોડદાસ જોશીની ધરપકડ થઈ ચૂકી છે. કાંઠેચાની અરેસ્ટ સાથે કુલ ઝડપાયેલાં આરોપીનો આંકડો છ ૫૨ પહોંચ્યો છે. હજુ પોલીસ ચોપડે રમેશ જોશીના ભાઈ શંભુ જોશી અને અંજારના મનીષ મહેતાની શોધખોડ ચાલુ છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain