સુરત માં માતા-પિતા માટે ચોંકાવનારા સમાચાર, મોબાઇલમાં વ્યસ્ત બાળકીનું મોત થયુ

 સુરત માં માતા-પિતા માટે ચોંકાવનારા સમાચાર, મોબાઇલમાં વ્યસ્ત બાળકીનું મોત થયુ

સુરતમાં મોબાઇલમાં વ્યસ્ત બાળકીના ગળામાં દોરી પર સૂકવેલો ગમછો ભરાઈ જતાં મોત થયુ છે. જેમાં બાળકોને મોબાઇલ પકડાવી ધ્યાન ન રાખતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. રમત રમતમાં ગમછો ક્યારે ફાંસીનો ફંદો થઈ ગયો તેની બાળકી કે વાલીને જાણ જ ન થઈતથા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત નીપજ્યું છે.સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. ચારેક દિવસ પહેલાં પાંચ વર્ષની બાળકી હાથમાં મોબાઇલ ફોન લઈને રમી રહી હતી. રમતાં રમતાં બાળકીના ગળામાં દોરી પર સૂકવવા માટે નાખેલો ગમછો ભરાઈ ગયો હતો. 

આ ગમછો ક્યારે ફાંસીનો ફંદો થઈ ગયો તેની બાળકી કે વાલીને જાણ જ ન થઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું.ઓરિસ્સાનો વતની મનોજકુમાર જૈના પરિવાર સાથે અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહે છે. મનોજકુમારની પાંચ વર્ષીય પુત્રી ઇસ્પીતા ગત તા. 21મીએ રાત્રે ઘરમાં હાથમાં મોબાઇલ ફોન લઈને રમી રહી હતી. ત્યારે તેની માતા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. જ્યારે પિતા મનોજકુમાર કામથી ઘરની બહાર નીકળ્યા હતા. દરમિયાન રમતાં-રમતાં ઇસ્પીતાને કપડાં સુકવવાની દોરી પર નાખેલા ગમછાનો ફાંસો લાગી જતા ત્યાં જ ફસડાઈ પડી હતી. 

ઇસ્પીતાને બેહોશ અવસ્થામાં જોઈ માતા-પિતાએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. શરૂઆતમાં ઇસ્પીતાને ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં રવિવારે સારવાર દરમિયાન ઈસ્પીતાનું મોત નીપજ્યું હતું. ઇસ્પીતાના અકાળે મોતથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. બનાવ અંગે અમરોલી પોલીસ તપાસ કરી રહી છે - એડીટૅર સુનિલ ગાંજાવાલા સુરત

0/Post a Comment/Comments

Stay Conneted

Domain