રાપરમાં ભારત વિકાસ પરિષદ-રાપર દ્વારા વેપારી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો
રાપર ટેક્ષ,જીએસટી,બેંકીગ,વિષે રાપરના વેપારીઓને માર્ગદર્શન મલી રહે એ હેતુ વેપારી માર્ગદર્શન સેમીનારનું આયોજન તાજેતરમાં શ્રી લોહાણા મહાજન વાડી,રાપર મધ્યે કરવામાં આવ્યું હતું.ટેક્ષ અને જીએસટી સબંધિત માહિતી કરણભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી.બેંક સબંધિત માહિતી બેંક ઓફ બરોડાના મેનેજર જયદીપભાઈ શર્મા, એકસીઝ બેંકના મેનેજર સ્મિતભાઈ માંકડ, બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર પ્રશાંતભાઈ રાહીએ આપી હતી.
મહાનુભાવો પોતાના ક્ષેત્રના નિષ્ણાંત છે અને પુરતી માહિતી દરેક મેળવવી જોઈએ. આમંત્રિત મહાનુભાવોને પુસ્તક તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ડો.રાહુલ પ્રસાદે આવકાર પ્રવચન સાથે સંસ્થા અને એના કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી.
સેમીનારમાં બીજા સત્રમાં સવાલ જવાબનો દોર ચાલ્યો હતો.જેમાં ઉપસ્થિત વેપારીઓએ પોતાને મુઝવતા સવાલોનો સચોટ જવાબો મેળવ્યા હતા અને ટેક્ષ અને બેંક સબંધિત માહિતી મેળવી હતી.
સમગ્ર સેમીનારનારનું સંચાલન દિનેશભાઈ સોનીએ અને આભાર દર્શન આ પ્રકલ્પના સંયોજક વિપુલભાઈ ઠક્કરે કર્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ- રાપરના પ્રમુખ શૈલેષભાઈ શાહ ડો.ત્રિકાલદાસજી સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદ ના ગૌતમભાઈ જોષી, હિરાભાઈ પટેલ,ભીખુભા સોઢા, કનકગીરી ગોસ્વામી,ઈશ્વરભાઈ ચાવડા,ધર્મેન્દ્રભાઈ કચ્છી,નિલેશભાઈ માલી,હરસુખભાઈ પ્રજાપતી, જયસુખગીરી ગોસ્વામી,સામજીભાઈ માલી,સવજીભાઈ ભાટીવિગેરે સહયોગી રહ્યા હતા.
Post a Comment