રાપર વન વિભાગ ની દક્ષિણ નોર્મલ રેન્જ દ્વારા રણ ની ખારાશ અટકાવવા માટે સફળતા મેળવી

 રાપર વન વિભાગ ની દક્ષિણ નોર્મલ રેન્જ દ્વારા રણ ની ખારાશ અટકાવવા માટે સફળતા મેળવી

રાપર ધુડખર અભયારણ્ય વિસ્તારમાં આવેલા પૂર્વ કચ્છ ના વાગડ વિસ્તાર એટલે સિવ  રણ પ્રદેશ કે ખારાશ વારી જમીન ધરાવતો વિસ્તાર એટલે વાગડ રાપર તાલુકાના લગભગ ગામો અને વાંઢ વિસ્તાર રણ કાંઠા ના વિસ્તારમાં આવેલ છે વરસો વરસ ફળદ્રુપ જમીન કે જે ખેતી લાયક જમીન છે એવી રણકાંઠાની જમીન ને ખારાશ લાગુ પડે છે ત્યારે કચ્છ વન વિભાગ દ્વારા કચ્છ ના મુખ્ય વન સંરક્ષક વી જે રાણા તથા પૂર્વ કચ્છ ના ડીસીએફ ગોવિંદસિંહ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ રાપર વન વિભાગ ની નોર્મલ રેન્જ દ્વારા કેમપા ફંડ જી વન પિયત વાવેતર યોજના 2021/2022 હેઠળ રાપર તાલુકા ના માંજુવાસ ગામે સો હેક્ટર રણકાઠા ની જમીન પર વૃક્ષ  વાવેતર યોજના હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી 

જે અંગે રાપર નોર્મલ દક્ષિણ રેન્જ ના આરએફઓ સતિષ ભાઈ જેઠા એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર દક્ષિણ રેન્જ હેઠળના માંજુવાસ ફતેહગઢ અને આડેસર રેન્જ હેઠળના મોમાય મોરા ની મળી ને સાડા ત્રણ થી ચાર કિલોમીટર નો રણકાંઠાના પટ્ટો કે જે ખારાશ વારો હતો અને રણ વિસ્તાર ધીમી ગતિએ આગળ વધતું ગયું હતું ત્યારે વન સંરક્ષક અને ડીસીએફ ના માર્ગદર્શન હેઠળ માંજુવાસ ગામ ના રણકાંઠાના નજીક ના વિસ્તારોમાં સો હેક્ટર જેટલા વિસ્તારમાં વૃક્ષો નું વાવેતર બે વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી છે 

આ સો હેક્ટર ના પ્લોટમાં વાવેતર કરવામાં આવેલ વૃક્ષો અંગે આરએફઓ સતિષ ભાઈ જેઠા એ જણાવ્યું હતું કે આ પ્લોટમા લીમડા.. દેશી બાવળ..ગોરાડ .લીયાર બોરડી હરમો ખીજડા વડ ઉમરા ગરમાળો  રગત રોયડો મળી ને અંદાજે એક લાખ સિત્તેર હજાર થી વધુ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું છે જે બે વર્ષ બાદ ત્રણ થી ચાર ફૂટ ના જોવા મળી રહ્યા છે તદ્ઉપરાંત આ વિસ્તારમાં તથા રણકાંઠાના વિસ્તારમાં  સો હેક્ટરમા એક લાખ સિત્તેર હજાર રોપા નુ વાવેતર કરવામાં આવ્યું છે તદ્ઉપરાંત આ વિસ્તારમાં તથા વન વિભાગ ના વાવેતર કરવામાં આવેલ વિસ્તારમાં હરણ વીસ .. નીલગાય સવા સો. ધુડખર 350. . શાહુડી પાંચ. જેટલી મોર બસો. ઝરખ. શિયાળ તેતર સસલાં લોકડી સહિત નિર્ભયતા થી વિચરણ કરી રહ્યા છે જેમના માટે વન વિભાગ દ્વારા ઘાસ ઉગાડવામાં આવ્યું છે અને કુદરતી રીતે પણ ઘાસ ઉગી નીકળેલ છે ત્રણ ચાર ફૂટ ની લંબાઈ ધરાવતા આ ઘાસચારો ધુડખર હરણ નિલગાય સહિત ના વન્ય પ્રાણીઓ માટે આશીર્વાદ સમાન છે

તો પક્ષીઓ માટે પીલુ સહિત ના લીયાર સહિત ના બીજ વારા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું છે ઉનાળામાં આ પ્રાણીઓ ને આ વિસ્તારમાં આરામ થી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળામાં પીવાના પાણી માટે ગસલર પધ્ધતિ થી અવાડા જમીન મા બનાવવા મા આવેલ છે તો વન્ય પ્રાણીઓ ની અને આ સો હેક્ટર ના વૃક્ષો વાવેતર ના જતન માટે આરએફઓ સતિષ ભાઈ જેઠા વનપાલ નારણભાઈ કોળી ઉપરાંત દિવસે અને રાત્રીના રખેવાળ કરવા માટે ચોકીદારો ની વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળામાં વૃક્ષો અને વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે વન વિભાગ દ્વારા નજીક થી પસાર થઈ રહેલ નર્મદા કેનાલ માં થી ડીઝલ એન્જિન દ્વારા પાણી બે થી ત્રણ કિલોમીટર દૂર સુધી પુરુ પાડવામાં આવી રહ્યું છે 

આ સો હેક્ટર નો રાપર નોર્મલ રેન્જ ની દક્ષિણ રેન્જ તથા પંચોતેર હેક્ટર આડેસર વન વિભાગ નો વિસ્તાર આવતા સમય ગાળામાં એક અનેરો વિસ્તાર બની શકે તેમ છે વનવિભાગ ના તાલીમી કર્મચારીઓ અને અધિકારીઓ માટે રણ વિસ્તાર ને આગળ વધતુ અને ખારાશ વારી જમીન ને કેમ ફળદ્રુપ મા ફેરવી તે  માટે આ એક સફળ સાબિત થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં વન. રણ અને વન્ય પ્રાણીઓ ની માહિતી માટે શાળા કોલેજ ના વિધાર્થીઓ માટે ઉતમ સ્થળ બની શકશે આમ કચ્છ જિલ્લામાં લગભગ રાપર નોર્મલ રેન્જ દ્વારા ત્રણ થી ચાર કિલોમીટર ની રણકાંઠાની જમીન ને આગળ વધતી અટકાવવા માટે નો સફળ પ્રયોગ છે જેમાં રાપર વન વિભાગ સફળ થયું છે વન્ય સૃષ્ટિ ની જાળવણી કેમ કરવી તે રાપર નોર્મલ ની દક્ષિણ રેન્જ પાસે થી બોધપાઠ લેવાની જરૂર છે.















0/Post a Comment/Comments

Stay Conneted

Domain