રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનો ખર્ચ ગ્રાહકો પાસેથી નહીં વસૂલાય

 રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનો ખર્ચ ગ્રાહકો પાસેથી નહીં વસૂલાય

વીજળી ક્ષેત્રે આવી રહેલા ધરખમ ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજમંત્રાલયે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ, 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ આપેલો છે અને આ સ્માર્ટ મીટરથી વીજકંપનીઓના ટી એન્ડ ડી લોસીસ ઘટવાના હોઈ સ્માર્ટ મીટર લગાવવાનો ખર્ચ વીજગ્રાહકો પાસેથી નહીં વસૂલવાનો સ્પષ્ટ આદેશ આપેલો છે. આમ છતાં સિંગલ ફેઝના સ્માર્ટ મીટરના રૂ. 4 હજાર અને થ્રી ફેઝના સ્માર્ટ મીટરના રૂ. 8 હજાર ખર્ચ વસૂલવાની હિલચાલ ચાલી રહી છે. આ પરિપ્રેક્ષ્યમ જીયુવીએનએલના ટોચના સૂત્રો એવો દાવો કરી રહ્યાં છે કે, સ્માર્ટ મીટર લગાવવાનો ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલવામાં નહીં આવે, પણ ખર્ચ એનર્જી ચાર્જ નહીં વધારીને એડ્જસ્ટ કરવામાં આવશે.

ગુજરાતમાં 1, 65, 05, 631 સ્માર્ટ મીટરો સરકારી વીજળી વાપરતા ગ્રાહકોને ત્યાં બદલવાના થાય છે, જે પેટે દરેક સ્માર્ટ મીટરદીઠ રૂ. 900 સબસિડી લેખે કેન્દ્રીય વીજમંત્રાલય વીજવિતરણ કંપનીઓને ચુકવણું કરશે, એમ જણાવાઈ રહ્યું છે. રાજ્યમાં સરકારી વીજળી વાપરતા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણેક મહિનામાં શરૂ થશે અને ક્રમશઃ માર્ચ-2025 સુધી પૂર્ણ કરવામાં આવશે.

આ સૂત્રો એવી પણ સ્પષ્ટતા કરી રહ્યાં છે કે, રાજ્યમાં જે 23, 760 સ્માર્ટ મીટરો લાગ્યાં છે, તે ત્રણેક વર્ષ પહેલાં પાયલોટ ધોરણે અમદાવાદના નરોડા વિસ્તારમાં લાગ્યા છે, ઔદ્યોગિક-કમર્શિયલ-કૃષિ તથા રહેણાંક કેટેગરીમાં સ્માર્ટ મીટરો બદલવાની વાસ્તવિક કામગીરી ત્રણ મહિના પછી શરૂ થશે કેમ કે સ્માર્ટ મીટરોનો સપ્લાય મેન્યુફેક્ચરિંગ કંપનીઓ તરફથી હજી હવે શરૂ થયો છે. આ સ્માર્ટ મીટરને કારણે વીજ ગ્રાહકોને પ્રી-પેઇડ અથવા પોસ્ટ-પેઇડ સુવિધા ઉપલબ્ધ થશે. ગ્રાહકને આ મીટરથી ખબર પડશે કે દરેક કલાકમાં તેના દ્વારા વીજ બળતણ કેટલું થયું, પીકઅવર્સમાં તથા નોન-પીકઅવર્સમાં વીજ વપરાશ કેટલો થયો તેની પણ ખબર પડશે, આ મીટરથી વીજકંપનીના વીજવહન-પ્રવહનમાં નુકસાન અટકાવી શકાશે, એવા ફાયદા આ સ્માર્ટ મીટરોથી થનારા હોવાનું જણાવાઈ રહ્યું છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain