પતિએ મારકુટ કરતા પરિણીતા પીયર આવી, ભાઈએ ઝગડો કરતા ઘર છોડ્યું

 પતિએ મારકુટ કરતા પરિણીતા પીયર આવી, ભાઈએ ઝગડો કરતા ઘર છોડ્યું

પતિએ મારકુટ કરતા પરિણીતા માવતરે આવી હતી પણ ભાઈએ ઝગડો કરતા ઘર મૂકી દીધું હતું અને આ મહિલા માધાપર હાઇવે પર 8 મહીનાના બાળકને લઈને એકલી હતી ત્યારે 181 આવી અને તેને ઘરે પહોંચાડી હતી. ભુજ-ભચાઉ હાઇવે પર ભગવતી હોટેલ પર રાત્રીના સમયે એક અજાણી યુવતી નાના બાળક સાથે હોટેલ પાસે આવીને રડે છે કશુ કહેતી નથી અને ખૂબ જ ચિંતામાં છે તેવી જાણ 181 મહિલા હેલપલાઇનને કરવામાં આવી હતી.

જેના પગલે કાઉન્સેલર પૂનમ ભુવા અને મહિલા કોન્સ્ટેબલ અંજલિબેન સુથાર તથા પાયલોટ કાન્તિ ભાઈ ઘટના સ્થળે પહોચ્યા હતા. યુવતી સાથે વાતચીત કરતા તેની સાથે આઠ મહિ નાની પુત્રી છે, તેણે જણાવ્યું કે, લગ્ન બે વર્ષ પહેલા થયા હતા પણ પતિ શક - વહેમ કરી મારપીટ કરતો હોવાથી યુવતી પાંચ મહિનાથ તેના માતા-પિતાના ઘરે રહેવા આવી હતી જ્યાં તેનો ભાઈ ઝઘડો કરે છે. રવિવારે તે ભાઈ અને ભાભી સાથે કપડા લેવા ગઈ ત્યારે ભાઈએ ઝગડો કરતા મનમાં લાગી આવતા ગુસ્સામા ઘરેથી નીકળી ગઈ હતી અને ચાલીને હોટલ સુધી આવી હતી.

બાદમાં માતા પિતાનો ફોન દ્વારા સંપર્ક કર્યો, યુવતીના પિતા શોધખોળ કરતા હતા તેઓ આવ્યા અને ત્યારબાદ ભાઈ સાથે વાતચીત કરી સમજાવ્યા હતા. યુવતીના ભાઇએ હવેથી બહેન સાથે ઝઘડો નહિ કરે તેવી ખાતરી આપી હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરીથી પરિવારનું સુખદ મિલન થયું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain