રાપર એકતા નગર ખાતે શિવ મહાપુરાણ નું આયોજન કરવામાં આવ્યું

 રાપર એકતા નગર ખાતે શિવ મહાપુરાણ નું આયોજન કરવામાં આવ્યું

રાપર શહેર ના એકતા નગર ખાતે આવેલા નિલકંઠ મહાદેવ મંદિર ખાતે તા.23/7/2023  થી તા.31/7 /2023 સુધી શિવ મહાપુરાણ કથા નું આયોજન ડો.ત્રિકાલદાસજી ના વ્યાસપીઠે કરવામાં આવ્યું છે આજે ધારાસભ્ય વિરેન્દ્રસિઃહ જાડેજા માજી ધારાસભ્ય પંકજ મહેતા તથા રાજકીય સામાજિક આગેવાનો ની ઉપસ્થિત માં દિપ પ્રાગટય દ્વારા શિવ મહાપુરાણ કથા નો આરંભ કરાવવા મા આવ્યો હતો ભવ્ય પોથી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે બેન્ડ પાર્ટી સાથે શિવ પાર્વતી ની વેશભૂષા સાથે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેર ના મુખ્ય માર્ગો પર પસાર થઇ એકતા નગર શિવ મંદિર ખાતે આવેલ ત્યારબાદ કથા નો આરંભ કરવા મા આવ્યો કથા દરમિયાન સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કથા દરમિયાન દરરોજ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે કથાના  આયોજન માટે એકતા નગર ના રહેવાસીઓ એ સહયોગ આપ્યો છે આમ રાપર શહેર ના એકતા નગર ખાતે અધિક માસ મા શિવ મહાપુરાણ નું આયોજન કરવામાં આવ્યું છે.







0/Post a Comment/Comments

Stay Conneted

Domain