રાપર તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી
આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કે આર ચૌધરી ના અધ્યક્ષ સ્થાને રાપર તાલુકા સ્વાગત સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ અંગે નવ પ્રશ્ર્નો ની રજૂઆત જુદા જુદા અરજદારો એ કરી હતી જેમાં અરજદારો ની અરજીની રજૂઆત હતી જેમાં રાપર શહેર ના સરભંગી વિસ્તાર રાપરમાં દબાણ દૂર કરી નવી પાઈપલાઈન ફાળવી પીવાનાંપાણીની જરૂરીયાત પૂરી પાડવા અંગે સરકારશ્રી દ્વારા સેલ્ફ ડિક્લેરેશન કરવાની છૂટ આપવામાં આવેલ છે તેમ છતાં ખેડૂતો પાસેથી મીટર નામ ફેફબદલી માટે રૂ.300 નો સ્ટેમ્પ માંગવામાં આવે છે.
રાપર શહેર નીભરતવન સોસાયટીમાં,રાપર ખાતે પીવાનું પાણી પૂરૂ પાડવા અંગે.. તાલુકા ના શાણપર જુથ ગ્રામ પંચાયતની લીમડીવાંઢ મધ્યે મંજુર થયેલ પાણીની પાઈપલાઈન અન્ય જગ્યાએ ખસેડવા બાબત. શાણપર ગ્રામ પંચાયત હેઠળ આવતી વાડી મધ્યે પીવાનાં પાણીનાં ટેકર પહોંચાડવાઅંગે. માણાબા ગામથી કુંભારીયા મેવાસા રોડ જે સદંતર તૂટી ગયેલ હોઈ પેચવર્ક કરવા અંગે.. રબારકાવાંઢથી ભીમાસર ગામ સુધીનો રસ્તો બનાવવા અંગે બેલા ગામે સરકારી પડતર જમીન મંજુર કરવા અંગે.. બેલા ગામે સરકારી પડતર જમીન માંગણી અંગે વિગેરે પ્રશ્ર્નો ના નિકાલ માટે સબંધિત વિભાગ ના અધિકારીઓ ને સુચના આપી હતી
બેઠક મા પીજીવીસીએલ ના નાયબ કાર્યપાલક ઈજનેર એ.બી.પ્રજાપતિ નાયબ મામલતદાર એચ બી વાઘેલા જે. જે. જોષી ચીફ ઓફિસર નવઘણભાઈ કડ નરેશ ચૌધરી વસંતભાઈ પરમાર નાયબ મામલતદાર મહેશ ઠક્કર વિપુલ ચૌધરી ડી. એન. સોલંકી લાલાભાઈ આહિર સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જુદા જુદા તંત્ર ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment