અગાઉના કર્મચારીને પૈસા આપતા મહિલા-યુવક જામીનમાં રહ્યાં હતા

અગાઉના કર્મચારીને પૈસા આપતા મહિલા-યુવક જામીનમાં રહ્યાં હતા

મેઘાણીનગર વિસ્તારમાં 43 વર્ષિય નેહા (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) પોતાના સંતાન સાથે રહે છે અને સારંગપુર ખાતે એકાઉન્ટન્ટનું કામ કરે છે. નેહા જે કંપનીમાં કામ કરે છે ત્યાં સાતેક મહિના પહેલાં દેવારામ લાઘુરામ પ્રજાપતિ પણ એકાઉન્ટન્ટનું કામ કરતા હતા. દેવારામની જગ્યાએ હાલ દિપક મિશ્રા તે કામ કરે છે. નેહાની કંપનીમાં મુખ્ય સીએ તરીકે બે વર્ષથી અંકિત સંઘવી કામ કરતા હતા. પરંતુ અંકિતે 1 માર્ચ 2023ના રોજ નોકરી છોડી દીધી હતી. દિપક મિશ્રાએ દેવારામ અને નેહાને વચ્ચે રાખી અંકિતને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. પરંતુ અંકિત પૈસા પરત આપતો ન હોવાથી દિપકભાઇ નેહા અને દેવારામ પાસે ઉઘરાણી કરતા હતા. 28 જૂનના રોજ સાંજે છ વાગ્યે દિપક મિશ્રાએ નેહાને ફોન કરી જણાવ્યું હતું કે, મને દેવારામ સારંગપુર ખાતે મળવા આવ્યા છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain