જીવદયા અને અનુકંપા ના યજ્ઞમાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક નાનકડી પહેલ બની મિશાલ

જીવદયા અને અનુકંપા ના યજ્ઞમાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક નાનકડી પહેલ બની મિશાલ

જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જીવદયા અને અનુકંપા ના યજ્ઞ માં પ્રથમ પહેલ કરી હતી જેમાં બકરી ઈદ માટે કતલખાને જતા જીવો બચાવવા અનુદાન એકત્રિત કરી રાજકોટ મહાજનશ્રી ની પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવ્યા હતાં જે અનુદાન  પાંજરાપોળ દ્વારા જીવો ખરીદી કરી ટોટલ 251 જીવો બચાવવા પહેલ કરવામાં આવી હતી.

આ પ્રકલ્પને સફળ બનાવવા જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ ને દાતાશ્રીઓ દ્વારા મળેલ અનુદાન ની ટોટલ રકમ રૂપિયા ૧,૨૫,૫૦૦/-(એક લાખ પચીસ હજાર પાંચસો પૂરા) જે રકમ નો ચેક જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મહાજાનશ્રી ની પાંજાપોળ ને અર્પણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે પાંજરાપોળ માં સેવા આપતા સો જેટલા સ્ટાફ ને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો.

જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાથે જીવદયા અને અનુકંપા માટે પણ વિવિધ પ્રકારના પ્રકલ્પો ચલાવવામાં આવે છે અને ખૂબ સરસ જીવદયા ના કાર્યો કરવામાં આવી રહ્યા છે

જીવો બચાવવા માટે જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટની પહેલ ને સફળ બનાવવા વિવિધ દાતા પરિવારશ્રીઓ દ્વારા આર્થિક અનુદાન નો સહયોગ મળ્યો હતો જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર કરવામાં આવતા કાર્યો માં સેવકો અને જીવદયપ્રેમીઓ ખુલા મન થી દાન આપવા આગળ આવે છે ત્યારે જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભરતભાઈ મહેતા અને સૌ ટ્રસ્ટીગણ દ્વારા સૌ નું આભાર માની ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain