રાપર તાલુકા સરપંચ સંગઠન દ્વારા નિવૃત્ત થયેલા તાલુકા પંચાયત ના કર્મચારીઓ નુ સન્માન કર્યું
રાપર તાજેતરમાં રાપર તાલુકા પંચાયત કચેરી ખાતેથી સેવા નિવૃત્ત થયેલા આંકડા અધિકારી ડી.જે. ચાવડા ને ચાંદીનું શ્રીફળ સંગઠન વતી મહામંત્રી અકબરભાઇ રાઉમા આપી સંન્માન કર્યું હતું તો સહકાર વિસ્તરણ અધિકારી બી. પી ગુસાઇ ને સેવા નિવૃત્ત થતાં સંગઠન વતી રામજીભાઈ સોલંકી એ ચાંદીનું શ્રીફળ આપીને સંન્માન કર્યું હતું
ત્યારબાદ બંનેને મહાનુભાવો ને સંન્માન પત્ર ભીખુભાઈ સોલંકી ભરતભાઈ મઢવી , ભરતભાઈ રાજપુત , તેમજ સંગઠનના તમામ હોદેદારો અને સૌ સરપંચો એ શાલ ઓઢાડીને સન્માન સાથે વિદાય આપી હતી આ સમય સરપંચો અનુક્રમે હરેશભાઈ ઠાકોર ,કરમશી ભરવાડ,ધિરજ પટેલ વેલજીભાઈ રાજપુત , દેવરાજ પટેલ ,સુનીલ કોલી , અરવિંદ કોલી નાથાભાઇ આહીર , મનસુખભાઇ મકવાણા , રાજેન્દ્ર વાધેલા , ઇશ્ર્વર કોલી વગેરે સરપંચોએ માનભેર વિદાય માન આપી હતી આ સમયે બંને અધિકારીઓ એ વર્ષો સુધી તાલુકા પંચાયત કચેરી રાપર મા સેવાઓ આપેલી તેનાં અનુભવો સંમરણ કરવામાં આવેલ તેમજ નિવૃત્તિ સમય પરિવાર વચ્ચે તંદુરસ્તી ખુશીઓથી વિતાવો એવી શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હમીરસિહ સોઢા,ઉપ પ્રમુખ કાનજી ભાઇ ગોહીલ, મોતીભાઈ ભરવાડ, રમઝુભાઇ રાઉમા સદસ્યો મોહનભાઈ બારડ,વાલાભાઇ ગારીયા,ગેલાભાઇ બગડા તેમજ તાલુકા વિકાસ અધિકારી કે વી મોઢેરા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં સ્વાગત સંચાલન અકબરરાઉમા દ્રારા કરવામાં આવ્યું હતું
Post a Comment