કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કચ્છ માં પહેલી વખત એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ નો પ્રારંભ
કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કચ્છમાં પ્રથમ વખત, કચ્છ વાગડ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ નો શુભારંભ કરેલ જેમાં સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ મોરબી, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાપર, ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ ભુજ, જીગરભાઇ છેડા, નરેશભાઈ મહેશ્વરી, જગદીશભાઈ ગોર, આરતી સુથાર સુનીલ મચ્છોયા, જીગર લુહાર, નિશીતા પરમાર, જયશ્રી હિરાણી, વગેરે ઉપસ્થિત રહેલ સાથે કચ્છી સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર એવોર્ડ વિજેતા ચાર કવિઓનું પણ સન્માન તેમના વરદ હસ્તે કરવામાં આવેલ જેમના નામ નીચે મુજબ છે પાબુભાઈ ગઢવી પુષ્પ, મદનકુમાર અંજારિયા ખ્વાબ,જ્યારે યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત દક્ષાબેન મહેશ્વરી દિશા, નયનાબેન ચારણીયા નેત્રમ, તેમજ ડો. રમેશ ભટ્ટ,' રશ્મિ' નું વરિષ્ઠ સાહિત્યકાર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છ વાગડ મીડિયા હાઉસ પ્રાઇવેટ લિમિટેડ ના પ્રોડ્યુસર ડાયરેકટર મોહન મેરિયા, ફિલ્મ ડાયરેકટર મનીષ શાહ, વગેરે લોકો ઉપસ્થિત રહેલ અને પ્રોગ્રામ ને સફળ બનાવેલ,
Post a Comment