ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ- ૩૫૨૮ કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૧,૬૮,૦૦૦/- નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાગોદર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકથી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકથી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગનાઓ તરફ્થી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ રાબ ઈન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા સ્ટાફના માણસો સાથે નાઈટ રાઉન્ડમા હતા દરમ્યાન ડી.આર.ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધાણીથરથી જાડાવાસ જવાના રસ્તા પર બાવળોની ઝાડીમા એક ઈંગ્લીશદારૂ ભરી ટ્રેઈલર આવેલ છે અને તેમાથી કટીંગ કરવાનુ ચાલુમા છે તેવી સચોટ બાતમી હકિકત મળતાં પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહુ જગ્યાએ જઈ તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતા મુદ્દામાલ શોધી કાઢી તેમજ પકડાયેલ મજકુર આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
મુદ્દામાલ: (૧)ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૧૧૮૮ કુલ્લ કિ.રૂા.૪૧૫૮૦૦/- ગણેલ (૨) રોયલ સ્ટેગ સુપ૨ીય વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૫૮૮ કુલ્લ કિ.રૂા.૨૩૫૨૦૦/- ગણેલ. (૩) મેક્ડોલ નંબર ૧ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૧૭૫૨ કુકિ.રૂા.૬૫૭૦૦૦/- ગણેલ (૪) ટ્રક રજી.નંબર–આ૨.જે-૦૪-જી.બી.૨૪૨૧ ની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- (૫) કોડા રેપીડ ફોરવ્હીલ જેના ૨જી.માં.જી.જે.૧૨ બી.એફ.૬૬૫૧ ની કિ.રૂ.૩,૫૦,૦૦૦ (૬) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ્લે કિ.રૂ.૩૧,૬૮,૦૦૦/-
પડાયેલ આરોપી; (૧) નવધણ હિંદાભાઇ ભ૨વાડ ઉ.વ.૨૧ રહે.પલાસવા તા.રાપર (૨) પપ્પુ સતાભાઈ ભરવાડ ઉ.વ.૨૩ રહે. પલાસવા તા.રાપર
હાજર ન મળી આવેલ આરોપીઓ: (૧) બાબુ દાતા ભરવાડ રહે.ધાણીથર (૨) હરીસિંહ જોરૂભા વાઘેલા રહે કીડીયાનગર તા.રાપર
(3) રમેશ વેલાભાઇ ઝાલા (રજપુત) રહે.કીડીયાનગર વાડી વિસ્તાર તા.રાપર (૪) વાસુદેવસિહ અજીતસિંહ જાડેજા રહે.ગાગોદર તા.રા૫૨ (૫) ટ્રક રજી.નંબર આર.જે-૪-જી.બી.૨૪૨૧ વાળાનો ચાલક (૬) ઈંગ્લીસશદારૂ મોકલનાર
આ કામગીરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા ગાગોદર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે
Post a Comment