રાપર વિસતરણ રેન્જ રાપર તાલુકા મા હરિયાળી ક્રાંતિ માટે કટિબદ્ધ
રાપર હાલ મેઘરાજા એ વાગડ વિસ્તારમાં મહેર કરતાં વાગડ વિસ્તારના રાપર તાલુકા મા ગામે ગામ કચ્છ ના વન સંરક્ષક વી જે. રાણા ની સુચના થી કચ્છ વિસતરણ રેન્જ ના ડીસીએફ હરેશ મકવાણા ના માર્ગદર્શન હેઠળ રાપર વન વિભાગ ની વિસ્તરણ રેન્જ ના આરએફઓ મહિપતસિંહ ચાવડા વનપાલ એ. વી પટણી કે. પી. સોલંકી સહિત ના સ્ટાફ દ્વારા વાગડ વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ માટે કટિબદ્ધ બન્યા છે
જેમાં રાપર નજીક ના નીલપર પાસે છેલ્લા ત્રણ વર્ષથી બે હેક્ટર મા બનાવવા મા આવેલ રોપ ઉછેર માટે ની નર્સરી બનાવવા મા આવેલ છે આ અંગે આરએફઓ મહિપતસિંહ ચાવડા એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નીલપર ખાતે ની નર્સરી મા જુદા જુદા પ્રકારના પોણા ત્રણ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં રોપાઓ બની જતા રાપર તાલુકાના અનેક મંદિરો તથા ધાર્મિક સ્થળો શાળા સંકુલમાં.. ગ્રામ પંચાયત. રોડ સાઇડ વાવેતર.. તથા સરકારી કચેરીઓ અને સરકારી પડતર જમીન પર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે
તો તાજેતરમાં આ નર્સરી ની અને કચ્છ વન કવચ પાર્ક ની મુલાકાત જિલ્લા કલેકટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ એ લીધી હતી નર્સરી અને કચ્છ વન કવચ પાર્ક ની તમામ માહિતી વિસતરણ રેન્જ ના ડીસીએફ હરેશ મકવાણા એ આપી હતી ઉપરાંત આયુર્વેદિક રોપાઓ જેમા આમળા. અરીઠા. અશ્વગંધા. તુલસી. સીસમ. ઉમરો. પારીજાત. મીઠો લીમડો. ગુગળ. જામફળ સીતાફળ. ખારેક. બહેડો. સીસું નીલગીરી;અરડુસો;લીમડો. લીંબુ સહિત ના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે
જે જરુરમંતો વિતરણ કરવામાં આવી રહ્યા છે તો જુદી જુદી જાતના વડ પીપળા પીલુ લીમડા ગુગળ દેશી બાવળ તથા અન્ય ફુલ ઝડપી ડ ના ૫૧ જાત ના રોપા નો ઉછેર કરી અત્યાર સુધી મા ૧.૫૦૦૦૦ રોપા નુ વિતરણ કરવામાં આવેલ છે રાપર ની નીલપર નર્સરી મા આયુર્વેદ રોપાઓનું વાવેતર જે તે સમયના આરએફઓ આર. કે. પરમાર કાનજીભાઈ મકવાણા વિગેરે એ વાવેતર કર્યું હતું જેની મુલાકાત જે તે સમયે તાલીમી આઈએફએસ તથા તાલીમી આરએફઓ એ મુલાકાત લીધી હતી આમ વાગડ વિસ્તાર ની વિસ્તરણ રેન્જ દ્વારા હરિયાળી ક્રાંતિ માટે કટિબદ્ધ બની વાગડ ને નંદનવન બનાવવા મા આવેલ છે
Post a Comment