યાત્રાધામ અંબાજી માં ખુલ્લેઆમ દેશી દારૂ ના વેચાણ પર કોના આશીર્વાદ ??

યાત્રાધામ અંબાજી માં ખુલ્લેઆમ દેશી દારૂ ના વેચાણ પર કોના આશીર્વાદ ??

બોક્સ...કોની મજાલ છે કે અંબાજીમાં આ દારૂ અને વલ્લી મટકા જેવા ગોરખ ધંધા બંદ કરાવે ?

અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલું અને ગુજરાત રાજસ્થાન સરહદે આવેલુ જગત જનની માં અંબા નું પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ લાખો લોકોની શ્રધા અને આસ્થા જોડાયેલી છે ત્યારે લાખો લોકોમાં અંબાના દર્શન કરવા પવિત્ર યાત્રાધામ અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી અનેક વિસ્તારોમાં દેશી વિદેશી દારૂ તેમજ વલ્લી મટકા જેવા ગોરખ ધંધા ખુલ્લેઆમ ધમધતા જોવા મળી રહ્યા છે તેને લઇ માઇ ભક્તોની આસ્થાને ઠેસ પોહચી રહી છે

વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂ કેમ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે તેવા સ્થાનિક પોલીસ પર અનેક સળગતા સવાલો ઉઠી રહ્યા છે અંબાજી વિસ્તાર મા દેશી વિદેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે જયાં દિવસ ભરમાં હજારો લોકો ત્યાં દારૂ પીવા આવે છે અને દારૂ પીને લથડીયા ખાતા ખાતા ઘર તરફ જતા જોવા મળતા હોય છે તો અમુક લોકો વધારે નશો થવાથી જમીન પર સુતેલા હોય છે તો અમુક તો નશામાં ધૂત થયેલા અપશબ્દો પણ બોલતા હોય છે ત્યારે માં અંબાના દર્શને આવતા માઇભક્તો ની આસ્થાને ઠેસ પોચી રહી છે ત્યારે હવે એ જોવું રહ્યું છે કે અંબાજીમાં ચાલતા દેશીવિદેશી દારૂનો અડ્ડો અને વલ્લી મટકા જેવા ગોરખ ધંધા કેટલા સમય મા બંદ કરાય છે કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain