ગાંધીધામમાં પાંચ ગૌવંશ માલગાડી સાથે ભટકાયા: એકનું મોત નિપજ્યું
ગાંધીધામ, અહીંના ભારતનગર નજીક ભાનુ ભવનની પાછળ પાંચ ગૌવંશ સાથે ધસમસતી દોડી જતી માલગાડી ભટકાતા એકનું મોત નીપજ્યું હતું. ચારને ગંભીર ઈજાઓ પહેંચી હતી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સાંજના અરસામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અહીંના ભારતનગર નજીક ભાનુ ભવનની પાછળ રેલવે પાટા પાસે અબોલ જીવો નીરણ કરતા હતા. આ દરમ્યાન ધસમસતી આવી રહેલી માલગાડી સાથે પાંચ ગૌવંશ અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં એક ગાયને ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત આંબી ગયું હતું, જ્યારે અન્ય ચાર અબોલ જીવોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા સતવારા યુવા સેવા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને કામધેનુ ગૌ ગ્રુપના સભ્યો સેવા ટ્રસ્ટને સોપી હતી. પાંચ ગાયો માલગાડીની હડફેટે આવી જવાના બનાવ બાદ આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા.
Post a Comment