મ્યુનિ. તંત્રની લાપરવાહી અમદાવાદમાં ૬૭૧૮ કવાટર્સ જર્જરીત-બિસ્માર હાલતમાં

 મ્યુનિ. તંત્રની લાપરવાહી અમદાવાદમાં ૬૭૧૮ કવાટર્સ જર્જરીત-બિસ્માર હાલતમાં

ચોમાસાના આરંભની સાથે શહેરમાં ભુવા પડવાની સાથે જર્જરીત મકાન કે તેના ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની રહી છે. અમદાવાદ મ્યુનિ. તંત્રની લાપરવાહીના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ૬૭૧૮ કવાટર્સ જર્જરીત અને બિસ્માર હાલતમાં છે. મ્યુનિ. સત્તાધીશો તરફથી લોકોને ઘરનુ ઘર આપવાની વાત કરાય છે. બીજી તરફ મ્યુનિ. સ્ટાફ કવાટર્સમાં પરિવાર સાથે રહેનારાઓના કવાટર્સના રિડેવલપમેન્ટ કરવા અંગે તંત્ર દ્વારા ઉપેક્ષા કરાતી હોવાનો વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.

 અમદાવાદમાં જે તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારથી લઈ અન્ય કર્મચારીને રહેઠાણ મળી રહે એ હેતુથી શહેરના અલગ અલગ વિસ્તારમાં મ્યુનિસિપલ સ્લમ કવાટર્સ કે સ્ટાફ કવાટર્સ બનાવવામા આવ્યા હતા. અંદાજે ૫૦થી ૬૦ વર્ષ પહેલા શહેરના વિવિધ વિસ્તારમાં બનાવવામા આવેલા કવાટર્સ પૈકી કેટલાક કવાટર્સની વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે કહયુ, બે દિવસ અગાઉ ગોમતીપુરમાં આવેલા હેલ્થ કવાટર્સની સીડી ધરાશાયી થતા કવાટર્સમાં રહેતા લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત ઉતારી લેવામા આવ્યા હતા. આ પ્રકારની અગાઉ પણ ઘટના બનવા પામી હતી. મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ અને શાસકપક્ષે આ પ્રકારની ઘટનામાંથી બોધપાઠ લઈ તાકીદે આ તમામ કવાટર્સને સરકારની રિડેવલપમેન્ટ હાઉસિંગ પોલીસી-૨૦૧૬ હેઠળ આવરી લઈ રિડેવલપમેન્ટ કરાવવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માંગ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain