લાકડીયા પોલીસ સ્ટેશન અને સામખ્યાળી પોલીસ સ્ટેશનના શરીર સંબધી અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીને પક્ડી પાડતી લાકડીયા પોલીસ
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી શરીર સંબધી ગુનાઓ અટકાવવા તેમજ જિલ્લામાંથી શરીર સંબધી ગુના આચરનાર આરોપીઓને પુરાવાઓ આધારે સત્વરે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગઈ તા.૨૨/૦૬/૨૦૧૩ ના રોજ એફ.આઈ.આર નંબર-૧૧૯૯૩૦૧૧૨૩૦૦૭૯/૨૦૨૩ ઈ.પી.કો કલમ- ૩૨૫, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨) વિગેરે મુજબ ગુનો દાખલ થયેલ અને આગળની તપાસ જયેશભાઇ એન. પારગી એ.એસ.આઇ. લાકડીયા પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી સદર ગુના કામેના આરોપી વિરૂધ્ધ અગાઉ અનેક ગુના દાખલ થયેલ હોય અને આરોપી વારંવાર ગુનો કરવાની ટેવવાળો રીઢો ગુનેગાર હોય જેને સત્વરે પકડી પાડવા સારુ આર.આર.વસાવા પોલીસ ઈન્સપેક્ટરશ્રી લાકડીયા નાઓની આગેવાનીમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્શ આધારે આરોપીને સત્વરે પક્ડી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ આરોપી:- રણમલ ઉર્ફે રાણો હાજીઆમદ ત્રાયા ઉ.વ-૨૨ રહે.શિકારપુર તા-ભચાઉ કચ્છ
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ:- (૧) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૯૯૩૦૦૧૨૩૦૧૬૯/૨૦૨૩ ઈ.પી.કો કલમ- ૩૨૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ (પકડવાનો બાકી)
(૨) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૯૯૩૦૦૧૨૩૦૧૮૪/૨૦૨૩ ઈ.પી.કો કલમ- ૩૨૪, ૩૨૫, ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫(પકડવાનો બાકી)
(૩) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં.-૦૪૩/૨૦૧૮ ઈ.પી.કો કલમ- ૪૫૪ ૪૫૭ ૩૮૦
(૪) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં.-૩૮૦/૨૦૨૨ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(બી)(એ) ૨૯ મુજબ
(૫) સામખ્યાળી પો.સ્ટે. ગુ.ર.નં.-૩૨૨/૨૦૨૨ ઈ.પી.કો કલમ- ૩૨૪, ૩૨૫, ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબ
(૬) લાકડીયા પો.સ્ટે. ગુના નં-૦૦૭૯/૨૦૨૩ ઈ.પી.કો કલમ- ૩૨૫, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨)તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઈ એન પારગી,અ.હે.કોન્સ. સમિતભાઇ બી. ડાભી તથા પો.કોન્સ. દીપકભાઇ પી. સોલંકી નાઓ જોડાયેલ હતા.
Post a Comment