ભચાઉ ઘટક ૧ સેજા માં અન્ન (મિલેટસ) વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું

 ભચાઉ ઘટક ૧ સેજા માં  અન્ન (મિલેટસ) વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું .

આજ રોજ પ્રોગ્રામ ઓફિસર શ્રી , સી.ડી.પી.ઓ.ભચાઉ શ્રી ના માર્ગદર્શન અંતર્ગત ઘટક ૧ ભચાઉ  સેજા માં  અન્ન (મિલેટસ) વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજની હરીફાઈ માં ભચાઉ  તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સીહ , તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી , ટી.એચ.વી ચેતનાબેન જોષી, એડોલેશન કાઉન્સેલર દિશા સુથાર,  આંગણવાડી સુપરવાઇઝર તારાબેન ઠક્કર, હિમતપુરા શાળાના આચાર્યશ્રી ,આંકડા મદદનીશ સુનિતાબેન પરમાર   , એમ.ટી.એસ.કૌશિક સુતરિયા,  સેજાની વર્કર બહેનો , હેલ્પર બહેનો અને સગર્ભા માતા, કિશોરીઓ,હાજર રહ્યા હતા.


કાર્યક્રમની રૂપરેખા મુજબ સુપરવાઈઝર તારાબેન એ બધાને આવકાર આપી આવેલ મહેમાનો ને આજનાં પ્રસગે ઉદબોધન આપવા આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ આંગણવાડી બહેનો દ્વારા વિવિધ મિલેટ્સ ની  પોષ્ટિક વાનગી રજૂ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર  એ આરોગ્યની યોજનાઓ અને આજની હરીફાઈ વિશે માર્ગદર્શન આપેલ . ત્યારબાદ હરીફાઈ માં  પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ભચાઉ સેજા ની તમામ આંગણવાડી બહેનો એ કાર્યક્રમ  ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain