અંતે આજથી કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું
રાપર કચ્છ ની જીવાદોરી સમાન કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલ છેલ્લા ચારેક મહિના થી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી હતી ત્યારે કચ્છ જિલ્લા મા અને ખાસ કરીને વાગડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની હતી ત્યારે પીવા ના પાણી મુદ્દે જિલ્લા કલેકટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે .પ્રજાપતિ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને આગેવાનો ની રાપર તાલુકામાં પીવા ના પાણી અંગે બેઠક મળી હતી જેમાં પીવા ના પાણી ની સમસ્યા અંગે નર્મદા કેનાલ શરૂ કરવામાં આવે તે માટે વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે કેનાલ મા રિપેરીંગ કામ પૂરું થઈ જતાં આજે સવારે કચ્છ બ્રાન્ચ કેનાલ જે સલીમ ગઢ થી કચ્છ જિલ્લા મા પ્રવેશ કરી રહી છે તે સલીમગઢ થી આજે સવારે દશ વાગે 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે
જે આવતી કાલે મઢુત્રા આવી જશે અને ત્રણ દિવસ મા નંદાસર સુધી પાણી આવી જાય એવી શક્યતા છે નર્મદા કેનાલ મા ચાર મહિના બાદ નર્મદા ના નીર વહેતા થતાં સમગ્ર વાગડ વિસ્તારમાં આનંદની લાગણી વ્યાપી છે અને આગામી દિવસોમાં પાણી ની સમસ્યા દૂર થશે આ અંગે રાપર ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું રાપર તાલુકામાં પીવા ના પાણી ની સમસ્યા વિકટ બની હતી ત્યારે રાજ્ય સરકાર અને નર્મદા કેનાલ ના અને નિગમ ના અધિકારીઓ પાસે સમસ્યા થી વાકેફ કર્યા હતા અને કેનાલમાં ચાલતા રિપેરીંગ કામ મા પ્રગતિ લાવી તાત્કાલિક અસરથી પુરુ કર્યુ છે અને જે ગઈકાલે પુરુ થતાં આજે સવારે દશ વાગે સલીમગઢ થી નર્મદા ના નીર વહેતા થયા હતા જે આગામી દિવસોમાં આવી જતાં સમગ્ર વિસ્તારમાં પાણી ની સમસ્યા દૂર થશે તેમ જણાવ્યું હતું
Post a Comment