રાપર તાલુકા ની રોગી કલ્યાણ સમિતિ ની બેઠક યોજાઈ
આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા ની રોગી કલ્યાણ સમિતિ ની બેઠક રાપર સીએચસી ના તાજેતરમાં વરાયેલા નોડેલ અધિકારી અને વન વિભાગ ની વિસ્તરણ રેન્જ ના ડીસીએફ હરેશ મકવાણા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી મામલતદાર કે આર ચૌધરી તાલુકા હેલ્થ ઓફિસર ડો રોય તથા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા બેઠક મા રોગી કલ્યાણ સમિતિમાં કરવાની કામગીરી ગરીબ લોકોને આરોગ્યની જરૂરિયાત મુજબ સેવાઓ આપી માતા મરણ બાળ મરણ અને રોગચાળો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સાધનોની જાળવણી અને સમારકામ કરવું સરકારશ્રી ની યોજનાઓ ને સફળ બનાવવા માટે દરેક લોકોને પ્રોત્સાહિત કરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રનું પરિસર ની સ્વચ્છતા રાખવી બાળ સંભાળ માટે જરૂર જણાય તો રેફરલ માટે વાહન વ્યવસ્થાની સુનિશ્ચિત કરવી સહિત ના મુદા ની ચર્ચા કરવા મા આવી હતી રાપર સીએચસી ના નોડેલ ઓફિસર અને ડીસીએફ હરેશ મકવાણા એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ ઘટ તથા દરેક વિભાગમાં ડોક્ટર તથા અન્ય સ્ટાફની ઘટ છે
તે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રાપર સીએચસી ની ખુટતી કડીઓ પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે અને આરોગ્ય સુવિધાઓ મા સુધારો લાવવા માટે કટિબદ્ધ છે તો ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી એ રાપર તાલુકા મા રોગી કલ્યાણ સમિતિ દ્વારા દરેક ગામમાં કામગીરી કરવામાં આવશે મામલતદાર કે આર ચૌધરી એ રોગી કલ્યાણ સમિતિ દ્વારા જે તે ગામો મા કામગીરી હાથ ધરવામાં આવશે તે માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ સાથ સહકાર આપવા મા આવશે અને જેમ બને તેમ રાપર તાલુકા મા લોકો સ્વસ્થ રહે તે માટે પ્રયત્ન કરવા મા આવશે ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ ને વિવિધ સુચના આપવામાં આવી હતી
Post a Comment