ભુજમાં સાત વર્ષનાં માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

 ભુજમાં સાત વર્ષનાં માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

આજના ઇન્ટરનેટના આધુનિક યુગ અને હાથવગા મોબાઇલ ફોનના ફાયદા ઉપરાંત ગેરફાયદા પણ અશ્લીલ ચલચિત્રો સરળતાથી મળી રહેતાં માનસિક વિકૃતિનો ગ્રાફ ઊંચકાયો છે.

શહેરની એક ઝૂંપડપટ્ટીમાં શ્રમજીવીના સાત વર્ષીય માસૂમ બાળકને પ્રલોભનની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે બાળકના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગુરુવારે રાત્રે તેમના સાત વર્ષીય બાળકને આરોપી સંદીપ ઉર્ફે ભોલો રામચંદ્ર રાઠોડે બોલાવી સ્માર્ટ મોબાઇલ ફોન બતાવી તેને પ્રલોભન આપી પોતાના ઝૂંપડામાં લઇ જઇ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં ઇજાના પગલે બાળકને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain