માદક પદાર્થ હેરોઇન ૨.૭૦ ગ્રામ, કિ.રૂ.૧,૩૫,૦૦૦/- ના જથ્થા સાથે એક પરપ્રાંતિય ઇસમને ઝીરો પોઇન્ટ સર્કલ, મુંદરા ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ- ભુજ

 માદક પદાર્થ હેરોઇન ૨.૭૦ ગ્રામ, કિ.રૂ.૧,૩૫,૦૦૦/- ના જથ્થા સાથે એક પરપ્રાંતિય ઇસમને ઝીરો પોઇન્ટ સર્કલ, મુંદરા ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ- ભુજ

હાલમાં ગુજરાત રાજયમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદકપદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી નાબુદ કરવા માટે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓ એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ સાથે કાર્યરત હતા,

દરમ્યાન ગઇકાલ તા.૧૪/૦૭/૨૦૨૩ના રોજ એસ.ઓ.જી.ને મળેલ ખાનગી બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરાના ઝીરો પોઇન્ટ સર્કલ પાસેથી ક્રિષ્ના છોટેલાલ નવલસિંહ વર્મા (નિશાધ), ઉવ. ૨૨, રહે. મુળ. ગામ. હિરાપુરા, તા. ફતેહાબાદ, જી. આગ્રા, રાજય- ઉતરપ્રદેશ, હાલ. રહે. શાન-એ-પંજાબ ઢાબા, કાનમેર પાટીયા પાસે, સામખિયાળી-આડેસર હાઇવે, તા.રાપર, વાળાને ઝડપી પાડી તેની અંગઝડતી દરમ્યાન તેના કબ્જામાંથી માદક પદાર્થ હેરોઇન જેનું વજન ૨.૭૦ ગ્રામ, કિ.રૂ. ૧,૩૫,૦૦૦/- નો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મજકુર આરોપીની પૂછપરછ દરમ્યાન પોતે માદક પદાર્થનો જથ્થો લવપ્રિતસિંઘ ઉર્ફે લવ પંજાબી સ/ઓ નિર્મલસિંઘ સંધુ(જાટ-શિખ), રહે. મુળ પંજાબ, હાલ. રહે. શાન-એ-પંજાબ ઢાબા, કાનમેર પાટીયા પાસે, સામખિયાળી-આડેસર હાઇવે, તા.રાપર, વાળા પાસેથી છુટક વેચાણ અર્થે લાવેલ હોવાની હકીકત જણાવતા જે અંગે પુર્વ કચ્છ- ગાંધીધામ એસ.ઓ.જી.ને જાણ કરતાં તેઓ દ્વારા મજકુર ઇસમના ઢાબા પર રેઇડ કરવામાં આવેલ અને તેની પાસેથી માદક પદાર્થ હેરોઇનનો જથ્થો મળી આવતા એસ.ઓ.જી. પૂર્વ કચ્છ- ગાંધીધામ દ્વારા મજકુર વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મદામાલની વિગત - (૧) માદક પદાર્થ હેરોઇન વજન ૨.૭૦ ગ્રામ, કિ.રૂ. ૧,૩૫,૦૦૦/- (૨) મોબાઇલ નંગ ૧, કિ.રૂ. ૫,૦૦૦ /- (૩) રોકડા રૂ. ૩૧૨૦/- કુલ કિં.રૂ. ૧,૪૩,૧૨૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ- એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ તથા એ.એસ.આઇ. દિનેશભાઇ ગઢવી તથા પો.હે.કો. રજાકભાઇ સોતા, ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઇ ગઢવી તથા મહિપતસિંહ સોલંકી તથા મુંદરા પોલીસ સ્ટેશનના પો.હે.કો. દર્શનકુમાર રાવલનાઓએ કરેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain