દાંતા તાલુકા ના રંગપુર પાસે નદી મા પિતા પુત્ર તણાયા,પાલનપુર થી એનડીઆરએફ ની ટીમ ઘટણા સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી
આજે વહેલી સવાર થીજ દાંતા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ત્યારે આખા દિવસ ધોધમાર વરસાદ સમગ્ર તાલુકામાં વરસી રહ્યો હતો. જેના લીધે નદી નાળાઓ માં પણ ભારી પ્રવાહ જોવા મળી રહ્યો હતો. દાંતા તાલુકા માં વરસી રહેલા ભારે વરસાદના કારણે તાલુકાના અનેકો વિસ્તારોમાં પાણીના ભરાવો પણ જોવા મળ્યો હતો સાથે સાથે મુખ્ય માર્ગો સહિતના હાઇવે માર્ગો મા નદીની જેમ પાણી પણ વહેતા જોવા મળી રહ્યા હતા. આજે ભારે વરસાદ વરસતા નદી નાળાઓ માં પણ પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો આજે દાંતા તાલુકાના રંગપુર નદીમાં બે લોકો પાણીના ભારે પ્રવાહમાં તણાયા હતા દાંતા તાલુકા ના રંગપુર નજીક નદી ના પાણીમાં બે લોકો તણાયા હતા .
નદીમાં બંને લોકો પાણીના ભારી પ્રવાહ ના કારણે નદીમાં તણાયા હતા.મળતી જાણકારી મુજબ પુત્ર નદી ને પાર કરતા વખતે પાણી મા તણાઈ ગયો હતો ત્યારે પિતા પોતાના પુત્ર ને બચાવવા માટે નદીમાં જતા પિતા પુત્ર બંને નદીના ભારી પ્રવાહ મા તણાયા હતા. ગ્રામજનોને ઘટનાની જાણ થતા ગ્રામજનો એ નદીમાં શોધખોળ શરૂ કરી હતી પણ બંને લોકો નું કોઈ પણ પતો ન લાગતા લોકોએ એનડીઆરએફ ટીમનો સંપર્ક કર્યો હતો ત્યારે જિલ્લાની એનડીઆરએફ ટીમ રંગપુર જોડે નદીમાં ખોવાયેલ બંને પિતા પુત્ર ની શોધ ખોળ શરૂ કરી હતી.
Post a Comment