જૂનાગઢના દામોદર કુંડમાં બે વર્ષીય બાળકનું ડૂબી જતા મોત

 જૂનાગઢના દામોદર કુંડમાં બે વર્ષીય બાળકનું ડૂબી જતા મોત

દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા આવેલા પરિવારના બે વર્ષીય બાળકનું મોત થતા ગમગીનીનો માહોલ 

ફુલ સમા બાળકના અકસ્માત મોતથી પરિવાર હિબકે ચડ્યો 

જૂનાગઢના દામોદર કુંડ ખાતે આજે ભલભલા કઠણ હ્રદય વાળાનું કાળજું કંપાવે તેવી કરુણ દુર્ઘટના બની હતી. માણાવદરથી પિતૃ તર્પણ માટે આવેલા એક પરિવારના બે વર્ષના બાળકનું કુંડમાં અકસ્માતે ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જૂનાગઢ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

જૂનાગઢના દામોદરકુંડમાં આજે માણાવદર તાલુકાનો એક પરિવાર પિતૃતર્પણ વિધિ માટે આવ્યો હતો. પરિવારજનો વિધિ કર્યા બાદ દામોદાર કુંડમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમનો બે વર્ષનો પુત્ર રાજ રવિભાઈ પરમાર પણ ત્યાં રમતો હતો.જે દરમિયાન બાળક રાજ અકસ્માતે પાણીમાં પડ્યો હતો અને જોતજોતામાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાના પગલે પરિવારજનો હતપ્રભ બન્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જૂનાગઢ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી બાળકને બહાર કાઢ્યો હતો. જો કે, બાળકને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે મૃતક બળકના દાદીમાં ગંગાબેન હરસુખભાઇ પરમાર સહિતના બાળકના પરિવારજનોમાં હૈયાફાટ રૂદન સાથે આક્રંદ છવાયો હતો - રીપોર્ટ બાય - શૈલેષ પટેલ જૂનાગઢ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain