રોટરી ક્લબ ગાંધીધામ ની સપથ વિધિ યોજાઇ

 રોટરી ક્લબ ગાંધીધામ ની સપથ વિધિ યોજાઇ

તારીખ 15 જુલાઈ 2023 ના રોજ રોટરી ક્લબ ઓફ ગાંધીધામમાં નવા પ્રમુખ રોહિત ઠક્કર,મંત્રી જસવંત આહિર અને બોર્ડ મેમ્બરોની સપથ વિધિ ઇફ્કો ઓડિટોરિયમ મધ્યે રોટરી સંસદ’” ની થીમ થી કરવા માં આવી જેમાં મુખ્ય મહેમાન તરીખે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 ના ગવર્નર રોટે. મેહુલ રાઠોડ, આસિસ્ટન્ટ ગવર્નર ઘેલાઆહિર અને પી.ડીજી હર્ષદ ઉદેશી તથા ઇફ્કો ના સિનિયર જનરલ મેનેજર શ્રી એ કે શર્મા હજાર રહ્યા હતા 22-23 ના પ્રમુખ ભગવનદાસ ગુપ્તા એ સર્વે નું સ્વાગત કર્યું હતું અને 22-23 ના કાર્યો નું વિવરણ સેક્રેટરી વિનેશ તેજવાની દ્વારા કરવામાં આવ્યું હતું 

ત્યાર બાદ ગવર્નર દ્વારા 23-24 ના પ્રમુખ તારીખે. રોહિત ઠક્કર અને સેક્રેટરી તરીકે જસવંત આહિર ને સપથ લેવડવામાં આવ્યા હતા ત્યાર બાદ 23-24 ના બોર્ડ ના સભ્યો જેમા આઇ.પી.પી. ભગવનદાસ ગુપ્તા, પ્રેસીડેન્ટ ઈલેકટ પૂર્વેશ રાવલ, વાઈસ પ્રેસીડેન્ટ પંકજ મોરબિયા, ખજાનચી અસિમ મડૈયાર, ટ્રેઇનર રવિન મડૈયાર, જોઇન્ટ સેક્રેટરી દિલિપ સહિજવાની,સાર્જેટ અંકિત સતરા અને બોર્ડ ના ડાઇરેક્ટર તરીખે તરુણ દુગર, મિતેશ ધરમશી, અશ્વિન જૈન,બાબુભાઇ હુંબલ, નંદલાલ ગોયલ, ડી.કે અગ્રવાલ હિતેન્દ્ર અગ્રવાલ,અનુપ ઘીરિયા,કે. સી. અગ્રવાલ,અનુજ શર્મા, વિજય જૈન, જગદીશ ઠક્કર,અભિષેક સૂરાના, મિતેશસિંહ ચૌહાણ, અનિમેષ મોદી, રોહિત હડિયા,નિલેષ માલસતાર, આયુષ શર્મા, વિકાશ બંસલ,રાહુલ અનમ,જીતુ ચંદનાની, વિશાલ મહેશ્વરી, હિમાંશુ બક્ષી ને બોર્ડ ના અલગ અલગ હોદા ઑ પર સપથ લેવડવા માં આવી હતી ત્યાર બાદ નવી ટીમ ના આવનાર પ્રમુખ રોહિત ઠક્કર એ પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રોટરી ગાંધીધામ ના 65 વર્ષ દરમિયાન ચાલતા 12 પરમનેન્ટ પ્રોજેકટ ની વિગત લોકો સામે રાખવા માં આવી હતી અને જે મેમ્બર એ રોટરી ક્લબ ગાંધીધામ ને 20 વર્ષ થી વધારે સેવા આપી છે એમને “પિલર્સ ઓફ રોટરી” ના બિરુદ થી સન્માન કરવા માં આવ્યું હતું આ પ્રોગ્રામ દરમિયાન રોટરી ગાંધીધામ માં આ વર્ષ 20 નવા સભ્યો ને પણ સપથ આસિસ્ટન્ટ ગવર્નર ઘેલા આહિર દ્વારા લેવડાવા માં આવી હતી.

ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડ દ્વારા પોતાના વક્તવ્ય માં રોટરી દ્વારા કરવા માં આવતા કર્યો વિષે માહિતી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન ઇફ્કો ના સિનિયર જનરલ મૅનેજર એ કે શર્મા જી એ ભવિષ્ય માં રોટરી સાથે કર્યો કરવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે કચ્છના વિવિધ રોટરી ક્લબ ના પદાધિકારીઓ જેવા કે ઇનહારવ્હીલ રોટરેક્ટ ક્લબ ગાંધીધામ અને અંજાર, મુન્દ્રા, માંડવી, આદિપુર, ભુજ વગેરે રોટરી ક્લબ ના હોદ્દેદારો દ્વારા નવા વરાયેલા અધ્યક્ષ મંત્રી અને બોર્ડના સદસ્યોને શુભકામનાઓ આપવામાં આવેલ હતી. કાર્યક્રમનું સંચાલન મિતેશ ધરમશી અને દીપતિબેન ધરમશી દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ નું સમાપન ક્લબના નવા વરાયેલા મંત્રી જસવંત આહિર દ્વારા સર્વે નો આભાર વ્યક્ત કરીને કરવામાં આવ્યો હતો




0/Post a Comment/Comments

Stay Conneted

Domain