લાકડીયા પોલીસ મથક નું ઇન્સ્પેક્શન કરતા પૂર્વ કચ્છ પોલીસ વડા
વાગડ વિસ્તાર મા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અવારનવાર જે તે પોલીસ મથક ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સલાહ સુચન આપવામાં આવે છે ત્યારે વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ મથક ખાતે ત્રણ દિવસ દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે જેમાં ગેલ કંપની ખાતે અધિકારીઓ ની બેઠક તેમજ હાઇવે હોટલ પર આંતર રાજ્ય ટ્રક ડ્રાઈવર તથા હોટલ સંચાલકો સાથે બેઠક યોજી હતી જેમાં ટ્રક ડ્રાઈવર ને તથા હોટલ સંચાલકો ને કાયદો અને વ્યવસ્થા અંગે સુચના આપી હતી ઉપરાંત લાકડીયા રેલવે સ્ટેશન ખાતે પણ મુલાકાત લીધી હતી અને રેલવે આવા ગમન અંગે જાણકારી મેળવી હતી તથા શંકા સ્પષ્ટ વ્યક્તિ અને સંગ્ધિત ચીજવસ્તુઓ અંગે સ્થાનિક પોલીસ ને જાણ કરવા જણાવ્યું હતું ઉપરાંત લાકડીયા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં આગેવાનો ની રજૂઆત સાંભળી હતી લાકડીયા પોલીસ મથક ખાતે પોલીસ પરેડ પોલીસ દરબાર પોલીસ કર્મચારીઓ ના પ્રશ્ર્નો સાંભળ્યા હતા ઉપરાંત પોલીસ મથક ના રેકોર્ડ ની તપાસ હાથ ધરવા મા આવી હતી લાકડીયા પોલીસ મથક ના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા પોલીસ ઈન્સ્પેક્ટર આર આર વસાવા રિડર પીએસઆઇ વી એ ઝા ઘનશ્યામ ભાઈ ગુરખા રામજીભાઈ આહિર હરપાલસિંહ રાણા દુર્ગાદાન ગઢવી સહિત ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા પોલીસ અધિક્ષકપૂર્વ-કચ્છ મહેન્દ્ર બગડીયા ગાંધીધામ તેમજ માનનીય નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ એ વાઇટલ ઇન્સ્ટોલેશન ગેઇલ કંપની ની મુલાકાત લીધી ત્યારબાદ લાકડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની તમામ હોટલ/ધાબા/પેટ્રોલ પંપ નાં સંચાલકો સાથે મિટિંગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂત થાય તે બાબતે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ હાઇવે પર બનતા ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ અટકે તે સારું તમામ હોટલ/ધાબા/પેટ્રોલ પંપ પર સારી ક્લિયારિટી વાળા હાઇવે ને કવર કરે એ રીતે સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી સૂચનાઓ આપેલ તેમજ કોઈ ગંભીર બનાવ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવ્યેથી પોલીસનો સંપર્ક કરવા જરૂરી સમજ કરેલ ત્યારબાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી અને સ્ટેશન માસ્ટરને સમજ કરી કે કોઈ ગેરવર્તણુક વાળો વ્યક્તિ દેખાય તો પોલીસ નો સંપર્ક કરવો. હતા
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ સ્થાનિક પોલીસ કર્મચારીઓ ને હાઇવે પર કડક પેટ્રોલિંગ કરવા પોલીસ મથક હેઠળના ગામો મા પોલીસ પેટ્રોલીંગ તથા લાકડીયા આડેસર હાઈવે તથા લાકડીયા સુરજબારી હાઇવે પર વાહન ચેકીંગ કરવા માટે સુચના આપી હતી આમ આજે લાકડીયા પોલીસ મથક નું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ કર્યું હતું
Post a Comment