રાપર ખાતે અયોધ્યાપુરી પ્રાથમિક કુમાર ગૃપ શાળા અને શ્રી ભારત વિકાસ પરિષદ શાખાના દ્વારા તુલસીના છોડ વિતરણ કરવામાં આવ્યા.
![]() |
રાપર શહેર ની અયોધ્યાપુરી કુમાર શાળા તથા ભારત વિકાસ પરિષદ દ્વારા પુરષોત્તમ માસમાં બાળકોને તુલસીના છોડ વિતરણ કરવામાં આવ્યા. તુલસીના છોડનું મહત્વ તથા વૃક્ષોના ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું હતું.."એક બાળ, એક ઝાડ" સુત્ર સમજાવવામાં આવ્યું હતું..
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અરજણભાઇ ડાંગર, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ડો. રાહુલ પ્રસાદ કલ્પેશગીરી ગોસ્વામી તથા સવજીભાઈ ભાટી, શાળાના શિક્ષકો હસમુખભાઈ ઠક્કર, , શુભાન્ગીનીબેન ગોડબોલે, દિપીકાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.સંચાલન પારસભાઇ ઠક્કર તથા આભારવિધિ નરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી
Post a Comment