રાપર મા કોગ્રેસ દ્વારા પાણી મુદ્દે ત્રણ મહિના બાદ યાદ આવતા રેલી કાઢી

 રાપર મા કોગ્રેસ દ્વારા પાણી મુદ્દે ત્રણ મહિના બાદ યાદ આવતા રેલી કાઢી 

રાપર તાજેતરમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તથા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા ના પાણી મુદ્દે બેઠક મળી હતી જેમાં કલેકટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી હતી આ બેઠક મા રાપર તાલુકાના પાણી મુદ્દે તમામ આગેવાનો અને રાજકીય પક્ષો ને ઈજન હતું જેમાં પદાધિકારીઓએ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે કલેકટર દ્વારા સાત તારીખ ના બેઠક મળી હતી ત્યારે આજે રવિવારે રાપર શહેર અને તાલુકા ના પાણી મુદ્દે આજે કોગ્રેસ પ્રેરિત પાણી ના પ્રશ્ન બિન રાજકીય જનાદેશ ના હેઠળ એક રેલી નુ આયોજન  આજે રવિવાર ના રજા ના દિવસે કોગ્રેસ ના આગેવાન ભચુભાઈ આરેઠીયા ની આગેવાની મા રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી રાપર નગરપાલિકા ના માજી વિરોધ પક્ષ ના નેતા દિનેશભાઈ ચંદે મહેશ ઠાકોર અશોક રાઠોડ પ્રતાપ ઠાકોર પરબત આરેઠીયા રામજી આરેઠીયા સહિત ના કોગ્રેસ ના આગેવાનો અને મહિલાઓ મોરચા ઉપસ્થિત રહ્યા હતા આજે બિન રાજકીય જનાદેશ ના ઓઠા હેઠળ પાણી મુદ્દે રજૂઆત કરવા માટે રેલી તથા માટલા ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું 

જેમાં કોગ્રેસ પક્ષ ના આગેવાનો સિવાય રાપર શહેર ની એક પણ સંસ્થા કે સંગઠન તથા અન્ય રાજકીય પક્ષો ના આગેવાનો કે રાપર શહેર ના નગરપાલિકા ના સદસ્યો કોઈ ને નિયંત્રણ આપવા મા આવ્યું ના હતું આજે રાપર શહેર મા કોગ્રેસ પ્રેરિત પાણી મુદ્દે યોજાયેલ રેલી ની શરુઆત માળી ચોક થી શરુઆત કરી હતી જે શહેર ના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ નગરપાલિકા કચેરી ની બહાર માટલા ફોડવા મા આવ્યા હતા પાણી મુદ્દે આજે વગર મંજૂરી એ યોજાયેલ રેલી અંગે રાપર પોલીસ દ્વારા રેલી મા જોડાયેલા કોગ્રેસ ના આગેવાનો ની અટક કરવામાં આવી હતી 

કોગ્રેસ ના આગેવાનો ભચુભાઈ આરેઠીયા અને અશોક રાઠોડે પાણી મુદ્દે સરકાર અને વહીવટી તંત્ર સામે પ્રહાર કર્યા હતા આમ આજે રાપર મા બિન રાજકીય જનાદેશ ના ઓઠા હેઠળ કોગ્રેસ દ્વારા ત્રણ મહિના સુધી પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે રહી રહી ને કોગ્રેસ ને રાપર શહેર અને તાલુકા ની પ્રજા નો પ્રશ્ન યાદ આવ્યો હતો તે નોધવું જરૂરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain